શનિવાર, 30 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : બુધવાર, 8 સપ્ટેમ્બર 2021 (18:58 IST)

Assam Boat Collision: અસમમાં બ્રહ્મ પુત્ર નદીમાં બે બોટ વચ્ચે અથડામણ બાદ ઘણા લોકો લાપતા, લગભગ 100 લોકો સવાર હતા

Assam Boat Collision: અસમમાં બ્રહ્મપુત્ર નદીમાં બુધવારે બે બોટ વચ્ચે ટક્કર થયા બાદ અનેક લોકો લાપતા હોવાનું બતાવાય રહ્યુ છે. સમાચાર એજન્સી પીટીઆઈ મુજબ અધિકારીઓએ જણાવ્યું કે આ બંને બોટમાં લગભગ 100 લોકો સવાર હતા. બોટ દુર્ઘટનાના સમાચાર પર રાજ્યના મુખ્યમંત્રીએ દુ:ખ વ્યક્ત કર્યું અને તાત્કાલિક રેસ્ક્યુના આદેશ આપ્યા. 
અસમના મુખ્યમંત્રી હેમંત બિસ્વ સરમાએ જોરહાટમાં નિમતી નિકટ બોટ દુર્ઘટનાની ચોખવટ કરતા તેને દુ:ખદ ઘટના ગણાવી હતી. તેમણે કહ્યું- રાજ્યના મંત્રી બિમલ બોરાહને કહેવામાં આવ્યુ છે કે તત્કાલિક સ્થળ પર જાય,  તેમણે આગળ કહ્યું કે હું પણ કાલે નિમતી ઘાટ પર જઈશ.

 
અસમના મુખ્યમંત્રીએ કહ્યું કે માજુલી અને જોરહાટ વહીવટીતંત્રને રાષ્ટ્રીય આપત્તિ રાહત દળનું આયોજન કરવાના આદેશ આપવામાં આવ્યા છે (National Disaster Relief Force) અને રાજ્ય આપત્તિ રાહત દળ (State Disaster Relief Force) ની મદદથી પોતાનુ બચાવ મિશનને ઝડપી બનાવે. 

અસમના મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જોરહાટના નીમતીઘાટ પર બોટ દુર્ઘટના અંગે ફોન કરીને પૂછપરછ કરી અને અત્યાર સુધી બચાવાયેલા લોકોની સ્થિતિ વિશે અપડેટ લીધી. તેમણે (ગૃહ મંત્રી અમિત શાહ) કહ્યું કે કેન્દ્ર સરકાર તમામ શક્ય મદદ આપવા માટે તૈયાર છે.