રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરુવાર, 8 ઑક્ટોબર 2020 (21:07 IST)

કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાનનુ નિધન, પુત્ર ચિરાગ પાસવાને ટ્વીટ કરીને આપી માહિતી

કેન્દ્રીય મંત્રી રામ વિલાસ પાસવાન હવે આ દુનિયામાં નથી. તેમના પુત્ર અને લોક જનશક્તિ પાર્ટીના પ્રમુખ ચિરાગ પાસવાને ગુરુવારે સાંજે તેમના નિધન અંગે ટ્વિટ કર્યું હતું. 74 વર્ષીય રામ વિલાસ પાસવાન છેલ્લા કેટલાક મહિનાથી બીમાર હતા અને સાકેટ સ્થિત હોસ્પિટલમાં દાખલ હતા. તેમની પાસે કેન્દ્રીય ખાદ્ય અને પુરવઠા મંત્રાલય હતું.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી બિહાર ચૂંટણીને લઈને મહત્વપૂર્ણ નિર્ણય રામવિલાસ પાસવાનની તબિયત લથડવાને કારણે ચિરાગ પોતે જ લઈ રહ્યા હતા. તાજેતરમાં, ચિરાગે લોક જનશક્તિ પાર્ટીના સંસદીય બોર્ડની બેઠકમાં નિર્ણય લીધો હતો કે પાર્ટી એનડીએ સાથે જવાને બદલે બિહારમાં એકલા હાથે ચૂંટણી લડશે.