બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : સોમવાર, 14 સપ્ટેમ્બર 2020 (11:31 IST)

આદિત્ય પૌડવાલના પુત્ર આદિત્ય પોંડવાલના નિધનથી ખૂબ જ શોકમાં છે લતા મંગેશકર, કહ્યુ - મને ખૂબ દુ:ખ થયુ

વર્ષ 2020 બોલીવુડ માટે કાળ સાબિત થયું છે. તાજેતરમાં ઋષિ કપૂર, ઇરફાન ખાન, સુશાંત સિંહ રાજપૂત જેવા કલાકારોના નિધનને હજુ કોઈ ભૂલી શક્યુ નથી. આ વચ્ચે જ પ્રખ્યાત ભજન ગાયિકા અનુરાધા પૌડવાલના પુત્રના નિધનના સમાચાર પ્રકાશમાં આવ્યા છે. આ સમાચારથી સ્વર કોકિલા લતા મંગેશકર પણ ખૂબ જ દુખી છે. 
 
ભજન ગાયિકા અનુરાધા પૌડવાલનો પુત્ર આદિત્ય પૌડવાલ ગતરોજ અવસાન પામ્યો. આદિત્ય માત્ર 35 વર્ષનો હતો. તે લાંબા સમયથી બીમાર હતો, સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. જે બાદ લતા મંગેશકરે પણ આદિત્યના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.
 
લતા મંગેશકરે પોતાના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ દ્વારા એક ટ્વિટ કર્યું છે. આ ટ્વિટમાં તેમણે લખ્યું છે કે, 'અનુરાધા પૌડવાલ પુત્ર આદિત્યના મૃત્યુના સમાચાર સાંભળીને હું ખૂબ જ દુ:ખ અનુભવું છું. ખૂબ જ નાની ઉંમરે તેનું અવસાન થયું. તેના આત્માને શાંતિ મળે. '

 
લોકપ્રિય ગાયક પંકજ ઉધાસે પણ આદિત્યના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. પંકજ ઉધાસે લખ્યું કે, 'આપણી વચ્ચેથી અચાનક આદિત્ય પૌડવાલના વિદાય વિશે જાણીને હું ચોંકી ગયો. અમે તેની ઉર્જાસભર અને તેજસ્વી ચહેરાની છબીને ક્યારેય ભૂલી નહી શકીએ. ભગવાન તેમના આત્માને શાંતિ અને કુટુંબને આ મુશ્કેલ સમયમાંથી પસાર થવાની શક્તિ આપે. પરિવાર પ્રત્યેની અમારી ઊંડી સંવેદના. '

 
ઉલ્લેખનીય છે કે  ભજન ગાયિકા અનુરાધા પૌડવાલનો પુત્ર આદિત્ય પૌડવાલ લાંબા સમયથી કિડનીની બિમારીથી પીડિત હતો. આદિત્યને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને સારવાર ચાલી રહી હતી. શનિવારે સવારે આદિત્યએ અંતિમ શ્વાસ લીધા અને આ દુનિયાને અલવિદા કહ્યું. આદિત્યના અચાનક મૃત્યુથી પરિવાર પર દુ:ખોનો પહાર તૂટી પડ્યો છે.