ડ્રગ કનેક્શનમાં રિયા ચક્રવર્તી માટે સારા અલી-રકુલપ્રીત સિંહ સહિત 25 સેલેબ્રિટીના નામ, NCBના નિશાના પર આવશે

sara and rakul
Last Modified શનિવાર, 12 સપ્ટેમ્બર 2020 (10:36 IST)
સુશાંત સિંહ રાજપૂત કેસમાં આવેલ ડ્રગ્સ મામલે રિયા ચક્રવર્તી અને તેમના ભાઈ શૌવિક ચક્રવર્તી સહિત 6 લોકો જેલમાં છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ એવુ કહેવાય રહ્યુ છે કે રિયા ચક્રવર્તીએ એનસીબીની સામે ડ્રગ્સ મામલે બોલીવુડના અનેક મોટા સેલેબ્સનુ નામ લીધુ છે. શૌવિક અને રિયાના વ્હાટ્સએપ ચૈટ દ્વારા પણ આની જાણ થાય છે. ટીઓઆઈની રિપોર્ટ મુજબ એનસીબીના નિશાના પર હવે અભિનેત્રી સારા અલી ખાન, રકુલપ્રીત સિંહ અને ફૈશન ડિઝાઈનર સિમોન ખંબાટા છે. કારણ કે આ લોકોના નામ રિયા ચક્રવર્તીએ લીધા છે.

રિયા ચક્રવર્તીએ એનસીબીની સામે આ વાતનો દાવો કર્યો હતો કે આ ત્રણેય લોકો ડ્રગ્સ લેતા હતા. ટાઈમ્સ ઑફ ઈંડિયા મુજબ, રિયાએ એનસીબીને આપેલ
20 પેજ લાંબા નિવેદનમાં ખાસ કરીને આ ત્રણેયના નામ લીધા હતા. રિપોર્ટમાં એવુ પણ કહેવામાં આવ્યુ છે કે એનસીબી હવે ફિલ્મ ઈંડસ્ટ્રીના એ, બી અને સી ગ્રેડના એક્ટર, જે ડ્રગ્સ લે છે, તેના પર ધ્યાન કેન્દ્રિત કરવા જઈ રહી છે.

પૂછપરછ દરમિયાન સારા અને રકુલના નામનો ખુલાસો

આ પહેલા અનેક સમાચાર સામે આવ્યા હતા કે રિયાએ અનેક બોલીવુડ સેલિબ્રિટીના નામ લીધા છે અને એનસીબી તેમને સમન મોકલશે. આ લિસ્ટમાં બોલીવુડના અનેક એ ગ્રેડ સેલિબ્રિટીઝ છે. જેમા એક્ટર્સ, ડાયરેક્ટર્સ, કાસ્ટિંગ ડાયરેક્ટર્સ, પ્રોડક્શન હાઉસ અને અન્ય સામેલ છે. પ્રાપ્ત માહિતી મુજબ, સારા અલી ખાનનુ નામ થાઈલેંડની યાત્રામાં સામે આવ્યુ હતુ.
જ્યારે તે સુશાંતની સાથે ગઈ હતી. બીજી બાજુ ફેશન ડિઝાઈનર સિમોન ખંબાટાનુ નામ રિયાની વ્હાટ્સએપ ચૈટ ડ્રગ મામલે લેવામાં આવ્યુ હતુ. આ ઉપરાંત રિયાએ એનસીબીની પૂછપરછ દરમિયાન રકુલપ્રીતનુ નામ લીધુ હતુ.આ પણ વાંચો :