શુક્રવાર, 6 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : શનિવાર, 8 જાન્યુઆરી 2022 (16:46 IST)

Uttar Pradesh Election Date 2022: ઉત્તર પ્રદેશમાં 10 ફેબ્રુઆરીથી 7 તબક્કામાં થશે મતદાન, 10 માર્ચે 5 રાજ્યની વિધાનસભા ચૂંટણીનું પરિણામ

ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી 7 તબક્કામાં યોજાશે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર પ્રથમ તબક્કાનું મતદાન 10 ફેબ્રુઆરીએ થશે. રાજ્યમાં વિધાનસભાની 403 બેઠકો છે.
 
ચૂંટણી પંચે શનિવારે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, કોરોનાના વધતા જતા કેસોને કારણે 15 જાન્યુઆરી સુધી માર્ગ યાત્રા, પદયાત્રા, બાઇક રેલી, સાયકલ યાત્રા અને  રેલી પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. આ સમયગાળા દરમિયાન કોઈ શારીરિક રેલી યોજવામાં આવશે નહીં. પાર્ટીઓ ડિજિટલ અને વર્ચ્યુઅલ માધ્યમથી પ્રચાર કરી શકે છે. તે જ સમયે, ડોર ટુ ડોર અભિયાન દરમિયાન ફક્ત 5 લોકોને જ મંજૂરી આપવામાં આવશે. 15 જાન્યુઆરી પછી ચૂંટણી પંચ કોરોનાની સ્થિતિ અને માર્ગદર્શિકા અનુસાર વધુ સૂચનાઓ આપશે.


 5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની શિડ્યુલ 
 
પહેલો તબક્કો- 10 ફેબ્રુઆરી
 ઉત્તર પ્રદેશ
 
બીજો તબક્કો- 14 ફેબ્રુઆરી
ઉત્તરપ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, ગોવા
 
ત્રીજો તબક્કો- 20 ફેબ્રુઆરી
ઉત્તરપ્રદેશ
 
પાંચમો તબક્કો- 27 ફેબ્રુઆરી
ઉત્તરપ્રદેશ, મણિપુર
 
છઠ્ઠો તબક્કો- 3 માર્ચ
ઉત્તરપ્રદેશ, મણિપુર
 
સાતમો તબક્કો- 7 માર્ચ
ઉત્તરપ્રદેશ
 
પરિણામ- 10 માર્ચ
 
5 રાજ્યની વિધાનસભા ચૂંટણીનો શેડ્યૂલ
 
પંજાબ-ઉત્તરાખંડ અને ગોવામાં 14 ફેબ્રુઆરીએ મતદાન
મણિપુરમાં 27 ફેબ્રુઆરી અને 3 માર્ચે
ઉત્તરપ્રદેશમાં 20 ફેબ્રુઆરી ત્રીજા તબક્કાનું મતદાન
7 માર્ચે છેલ્લાં અને સાતમાં તબક્કાનું મતદાન
10 માર્ચે પરિણામ
- 10 ફેબ્રુઆરીએ ઉત્તરપ્રદેશમાં પહેલાં તબક્કાનું મતદાન
- 14 ફેબ્રુઆરીએ યુપીમાં બીજા તબકકાનું મતદાન
- 5 રાજ્યોની ચૂંટણી 7 તબક્કામાં થશે, ગોવા-ઉત્તરાખંડમાં એક જ તબક્કામાં ચૂંટણી થશે
- રાજકીય પક્ષોને ડિજિટલ પ્રચાર માટે કહેવામાં આવ્યું
- ડોર ટૂ ડોર પ્રચારમાં 5 વ્યક્તિને મંજૂરી
- મતદાનના સમયમાં 1 કલાકનો વધારો કરાયો
- 15 જાન્યુઆરી સુધી રોડ શો, પદયાત્રા, સભા પર પ્રતિબંધ, વિજય સરઘસ પણ કાઢી નહીં શકાય
- 80+ વૃદ્ધો અને કોવિડ પ્રભાવિતોને પોસ્ટલ બેલેટની સુવિધા અપાશે
- આ વખતે એક બુથ પર 1250 મતદારો મતદાન કરી શકશે. 
- 2017 ચૂંટણીની સરખામણીએ 16 ટકા બૂથ વધી ગયા છે. 1620 બુથને મહિલા પોલિંગકર્મી મેનેજ કરશે.
-  900 ઓબ્ઝર્વર ચૂંટણી પર નજર રાખશે. ચૂંટણી પંચે સરકારી કર્મચારીઓ સિવાય 80 વર્ષથી વધુની ઉંમરના નાગરિકો, દિવ્યાંગો અને કોવિડ પ્રબાવિત લોકો માટે પોસ્ટલ બેલેટની વ્યવસ્થા કરવામાં આવી છે.
- ગેરકાયદેસર પૈસા-દારૂની હેરફેર પર નજર રખાશે
-  દરેક પક્ષ માટે સુવિધા એપ તૈયાર કરવામાં આવી છે
- મતદારો માટે C-VIGIL એપ તૈયાર કરાશે
- 5 રાજ્યોની ચૂંટણીમાં કુલ મતદારો 18.34 કરોડ છે. તેમાં મહિલા મતદારોની ભાગીદારી 8.55 કરોડ છે. 
- કુલ 24.9 લાખ મતદારો એવા છે જેઓ પહેલીવાર મતદાન કરશે. તેમાંથી 11.4 લાખ છોકરીઓ પહેલીવાર મતદાર બની છે.
- CEC સુશીલ ચંદ્રાએ કહ્યું કે, ચૂંટણી પંચે 3 લક્ષ્યાંકને ધ્યાનમાં રાખીને કામ કર્યું છે. આ લક્ષ્ય છે, કોવિડ સેફ ઈલેક્શન, સરળ ઈલેક્શન અને મતદારોની વધુને વધુ ભાગીદારી
- 5 રાજ્યોની 690 વિધાનસભા સીટ પર મતદાન થશે.
- દરેક બુથ પર 1250 મતદારો મતદાન કરી શકેશે
- ગોવા અને મણિપુરમાં અમેદવાર 28 લાખ સુધીનો ખર્ચ કરી શકશે, અન્ય - ત્રણ રાજ્યોમાં દરેક ઉમેદવાર રૂ. 40 લાખ સુધીનો ચૂંટણી ખર્ચ કરી શકશે.