બુધવાર, 18 ડિસેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 28 જૂન 2024 (09:03 IST)

Vaishno Devi શા માટે વૈષ્ણો દેવીમાં જવાથી લોકો ડરી રહ્યા છે

vaishno devi- તાજેતરમાં, કટરા નજીક શ્રદ્ધાળુઓની બસ પર થયેલા આતંકવાદી હુમલા બાદ, માતા વૈષ્ણોદેવી જનારા ભક્તોની સંખ્યામાં ભારે ઘટાડો નોંધાયો હતો. શ્રાઈન બોર્ડના જણાવ્યા અનુસાર પહેલા રોજના 50 થી 55 હજાર ભક્તો આવતા હતા પરંતુ આ આતંકવાદી ઘટના બાદ શ્રદ્ધાળુઓની સંખ્યા ઘટીને 25 થી 30 હજાર થઈ ગઈ છે
 
.હવે 29મી જૂનથી અમરનાથ યાત્રા શરૂ થવા જઈ રહી છે. યાત્રાળુઓની પ્રથમ ટુકડી આજે કાશ્મીર પહોંચશે. આવી સ્થિતિમાં સરકારે યાત્રાને લઈને કડક સુરક્ષા વ્યવસ્થા કરી છે. આ વખતે ગતિવિધિ પર ચાંપતી નજર રાખવા માટે સમગ્ર રૂટ પર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે.
 
બીજી તરફ સરકારે પણ માતા વૈષ્ણો દેવી તરફ જતા માર્ગો પર સુરક્ષા વધારી દીધી છે. દરમિયાન સરકાર અને શ્રાઈન બોર્ડે પણ અપીલ કરી છે કે માતાના દરબારમાં આવતા ભક્તોએ કોઈ પણ જાતના ડર વગર પધારવું જોઈએ. ભક્તોની સંખ્યામાં ઘટાડો થતાં કટરા મુખ્ય બજાર પણ સુસ્ત બની ગયું છે. ભક્તોનો ઉત્સાહ ભાગ્યે જ જોવા મળે છે. કટરા મુખ્ય બજારના એક દુકાનદારનું કહેવું છે કે આતંકવાદી હુમલા બાદ દરબારમાં આવતા ભક્તોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ખરીદી માટે આવતા લોકો પણ આવતા નથી.

Edited By- Monica sahu