1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Updated : શુક્રવાર, 28 જૂન 2024 (09:27 IST)

કર્ણાટકના હાવેરીમાં પુણે-બેંગ્લોર નેશનલ હાઈવે પર ભયાનક માર્ગ અકસ્માત, 13 લોકોના મોત

Karnataka accident
Karnataka accident


Karnataka news- કર્ણાટકના હાવેરીમાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં 13 લોકોના મોત થયા છે. મળતી માહિતી મુજબ હાવેરીના બડગીમાં એક વાહન રોડ પર પાર્ક કરાયેલા વાહન સાથે અથડાયું હતું. હાવેરી જિલ્લાના બડગી તાલુકામાં ગુંદેનહલ્લી ક્રોસ પાસે પુણે-બેંગ્લોર નેશનલ હાઈવે પર આજે સવારે આ અકસ્માત થયો હતો.
 
રસ્તા પર ઉભેલી લારી સાથે અથડાતા પેસેન્જર વાહન સંપૂર્ણ રીતે ક્ષતિગ્રસ્ત થયું હતું. કારમાંથી લોકોના મૃતદેહ મળી આવ્યા હતા. ફાયર વિભાગના જવાનો વાહનમાં ફસાયેલા મૃતદેહોને બહાર કાઢી રહ્યા છે.
 
ચિંચોલી માયમ્માના દર્શન કરીને લોકો પરત ફરી રહ્યા હતા.
 
પોલીસે જણાવ્યું કે તપાસમાં જાણવા મળ્યું છે કે મૃતકો શિમોગા જિલ્લાના ભદ્રાવતી તાલુકામાં હોલેહોન્નુર પાસેના એમ્મીહટ્ટી ગામના રહેવાસી હતા. કલાબુર્ગી જિલ્લામાં ચિંચોલી માયમ્માની મુલાકાત લઈને એક વ્યક્તિ પોતાના વતન ગામ પરત ફરી રહ્યો હતો ત્યારે આ અકસ્માત થયો હતો. મૃત્યુ પામેલા 13 લોકોમાં એક બાળક પણ સામેલ છે.