1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 11 જુલાઈ 2023 (17:09 IST)

વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો કર્યો, અનેક બારીના કાચ તૂટ્યા

વંદે ભારત ટ્રેનો પર પથ્થરમારાની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. કર્ણાટક, બંગાળ, બિહાર, આંધ્રપ્રદેશ અને ગુજરાત બાદ હવે યુપીમાં પણ પથ્થરમારાની ઘટના સામે આવી છે. ત્યાં ગોરખપુરથી લખનૌ જતી વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો છે જેમાં ઘણી બારીઓના કાચ તૂટી ગયા છે.
 
જણાવવામાં આવી રહ્યું છે કે ટ્રેન અયોધ્યાથી લખનૌ તરફ જઈ રહી હતી. વંદે ભારત એક્સપ્રેસ (22549) ટ્રેન પર અસામાજિક તત્વોએ પથ્થરમારો કર્યો છે. જેમાં અનેક બારીઓના કાચ તુટી ગયા છે. પથ્થરમારાને કારણે કોચ નંબર C1, C3 અને એક્ઝિક્યુટિવ કોચની બારીના કાચ તૂટી ગયા હતા. ટ્રેન પર અચાનક પથ્થરમારો થતાં મુસાફરો ડરી ગયા હતા અને કોચની અંદર અફરાતફરી મચી ગઈ હતી. જો કે, આ ઘટનામાં કોઈ મુસાફરોને ઈજા નથી થઈ.