શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 5 ઑક્ટોબર 2021 (12:02 IST)

vibrant Summit - સત્તાના 20 દિવસમાં જ CM ભૂપેન્દ્ર પટેલે USA સહિતના 4 દેશના રાજદૂતોને રૂબરૂ મળી

ગુજરાતમાં નવી પટેલ સરકારે વાઇબ્રન્ટ ગુજરાત સમિટની તૈયારી પુરજોશમાં શરૂ કરી છે, જેના ભાગરૂપે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શાસનના 20 જ દિવસમાં અમેરિકા સહિતના 4 દેશના રાજદૂત સાથે મુલાકાત કરી વાઇબ્રન્ટ સમિટનું આમંત્રણ પાઠવ્યું હતું. જયારે વિવિધ 9 વિભાગમાં પણ વાઇબ્રન્ટ સમિટની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. 
 
આ વર્ષે વાઈબ્રન્ટ સમિટ જાન્યુઆરીના બીજા સપ્તાહ, એટલે કે તા 10થી 13 જાન્યુઆરી એટલે કે ઉત્તરાયણ પહેલાં જાઈ જશે. સામાન્ય રીતે ગત વર્ષે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ યોજવાની હતી, પણ કોરોનાને કારણે યોજાઈ શકી ન હતી.