રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 5 ઑક્ટોબર 2021 (11:30 IST)

Lakhimpur Kheri : UPમાં ખેડૂતોને કચડવાનો VIDEO

સોશિયલ મીડિયા પર ઝડપથી શેર થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, કેટલાક લોકોને કચડતીને એક કાર નીકળી જાય છે. કોંગ્રેસ સહિત વિપક્ષી દળોના નેતાઓ દાવો કરે છે કે, આ વીડિયો લખીમપુર ઘટનાનો છે, જેમાં કેન્દ્રીય પ્રધાન અજય મિશ્રાના પુત્ર આશિષ પર ખેડૂતોએ હુમલો કર્યો હતો. આ સંબંધમાં, આશિષ સામે ટીકુનિયા પોલીસ સ્ટેશનમાં FIR પણ દાખલ કરવામાં આવી છે.
 
લખીમપુર ખીરીમાં થયેલી હિંસાના પડઘા હવે છેક ગુજરાત સુધી પડ્યાં છે. રાજકોટમાં 150 ફૂટ રિંગ રોડ પર NSUI ના કાર્યકરો દ્વારા લખીમપુરમાં થયેલી હિંસાનો વિરોધ કરવામાં આવ્યો છે. કાર્યકરોએ રોડ પર ભારે ચક્કાજામ કર્યો છે
 ઉત્તરપ્રદેશના લખીમપુર ખીરીમાં રવિવારે કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાના પુત્ર આશિષની કાર દ્વારા કચડાઈ જવાથી ખેડૂતોના મોતના સંદર્ભમાં પોલીસે આશિષ સામે હત્યાનો 
ગુનો નોંધ્યો છે.
યૂપીના લખીમપુર ખીરીમાં ખેડૂતોએ આરોપ લગાવ્યો કે કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાના પુત્ર અશીષ મિશ્ર ઉર્ફે મોનુ અને તેના સમર્થકોએ દેખાવો કરી રહેલા ખેડૂતો પર ગાડી ચઢાવી દીધી. 
-- ખેડૂતોનો આરોપ છે કે કેન્દ્રીય મંત્રી આશિષ મિશ્રાનો પુત્રએ તેમના સાથીઓને કારથી ટક્કર મારી હતી. 
- ઉત્તરપ્રદેશના લખીમપુર ખીરીમાં રવિવારે કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાના પુત્ર આશિષની કાર દ્વારા કચડાઈ જવાથી ખેડૂતોના મોતના સંદર્ભમાં પોલીસે આશિષ સામે હત્યાનો ગુનો નોંધ્યો છે.
- તેમાં ચાર ખેડૂતાના મૃત્યુ થઈ ગયા, તે પછી થયેલી હિંસામાં ચાર BJP કાર્યકર્તાઓના મૃત્યુ થયા છે.
- તણાવને જોતા જિલ્લામાં કેન્દ્રીય બળોની પાંચ અને પીએસીની ત્રણ કંપનીઓને તહેનાત કરવામાં આવી છે. સાવધાનીના ભાગરૂપે જિલ્લામાં ઈન્ટરનેટ સેવાઓ પણ બંધ કરી દેવામાં આવ છે.
-  મોડી રાત સુધી ચાલેલા હંગામાને પગલે અફવાઓ ફેલાવાની સંભાવનાને જોતા આ વિસ્તારમાં ઇન્ટરનેટ સેવા સ્થગિત કરી દેવામાં આવી છે.
- ખેડૂતોનો આરોપ છે કે કેન્દ્રીય મંત્રી આશિષ મિશ્રાનો પુત્રએ તેમના સાથીઓને કારથી ટક્કર મારી હતી.