રવિવાર, 24 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Updated :અજમેર , બુધવાર, 22 માર્ચ 2023 (07:48 IST)

Video - અજમેરમાં કેબલ તૂટવાથી 30 ફૂટની ઊંચાઈએથી નીચે પટકાઈ રાઈડ, અનેક મહિલાઓ અને બાળકો ઘાયલ

ajmer
રાજસ્થાનના અજમેર જિલ્લામાં ઝૂલો તૂટવાને કારણે એક મોટી દુર્ઘટના ઘટી છે, જેમાં 11થી વધુ લોકો ઘાયલ થયા છે. અજમેરના કુંદન નગર વિસ્તારમાં ફુસ કોઠી પાસે ડિઝનીલેન્ડ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. મંગળવારે લગભગ 30 ફૂટની ઊંચાઈથી ટાવરનો ઝૂલો અચાનક તૂટી પડ્યો હતો. અકસ્માત સમયે ઝૂલા પર 25 જેટલા લોકો સવાર હતા. ઘાયલોમાં બાળકો અને મહિલાઓનો સમાવેશ થાય છે, જે તમામને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઝૂલો પડતાની સાથે જ ઝૂલનાર અને તેનો સાથી ભાગી ગયા હતા. ઘટના દરમિયાન અહીં અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો.
 
રાઈડ ઓપરેટરની પૂછપરછ

 
એક પોલીસ અધિકારીએ કહ્યું, “આ ઘટના રાઈડનો કેબલ તૂટવાને કારણે બની હતી. આ અકસ્માતમાં 11 લોકો ઘાયલ થયા છે. તેમની જેએલએન સરકારી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે અને તમામ ખતરાની બહાર છે. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે. અધિકારીએ કહ્યું કે પ્રદર્શનમાં રાઈડના સંચાલકની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ મામલે તપાસ ચાલી રહી છે. સંપૂર્ણ માહિતી મેળવ્યા બાદ જ સાચી સ્થિતિ વિશે માહિતી આપવામાં આવશે. તેમજ દોષિતો સામે કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવશે.