તેજ વરસાદ, સ્પીડમાં ગાડી... વિકાસ દુબેને લઈ જઈ જતી ગાડીનુ આ રીતે થયુ એક્સિડેંટ
કાનપુરના કુખ્યાત ગૈગસ્ટર વિકાસ દુબે શુક્રવારે સવારે યુપી એસટીએફ દ્વારા એન્કાઉન્ટરમાં માર્યો ગયો. પોલીસનું કહેવું છે કે કાનપુર નગર ભૌતીની નજીક પોલીસની ગાડી દુર્ઘટનાગ્રસ્ત થઈને પલટી ગઈ. વિકાસ દુબેએ ભાગવાનો પ્રયાસ કર્યો. આ દરમિયાન એન્કાઉન્ટર થયું અને તે માર્યો ગયો. કાનપુર પોલીસના જણાવ્યા અનુસાર વિકાસ દુબે ઘાયલ પોલીસ કર્મચારીની પિસ્તોલ છીનવીને નાસી છૂટવાનો પ્રયાસ કરી રહ્યો હતો.
પોલીસ ટીમે તેનો પીછો કરતાં તેને ઘેરી લેવામાં આવ્યો હતો અને સરેંડર થવાનુ કહેવામાં આવ્યું હતું, પરંતુ તેણે ના પાડી હતી અને પોલીસ ટીમ પર ફાયરિંગ કરવુ શરૂ કરી દીધુ હતુ. . પોલીસે આત્મરક્ષણમાં ફાયરિંગ કર્યું હતું. આ દરમિયાન વિકાસ દુબેને ઈજા થઈ હતી. બાદમાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. જોકે પોલીસની આ વાર્તા અંગે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.
વાહન કેવી રીતે પલટાયું તે અંગે લોકોના ઘણા પ્રશ્નો છે. અત્યાર સુધીની માહિતી અનુસાર, એવું માનવામાં આવે છે કે આ અકસ્માત ભારે વરસાદ અને વધુ ગતિને કારણે થયો છે. હાઇ સ્પીડ અંગે, એવું કહેવામાં આવી રહ્યું છે કે એસટીએફની ટીમ મીડિયા ટ્રેનને ટાળવા માટે ઝડપી દોડી રહી હતી. પરંતુ પોલીસ કેમ મીડિયાની ગાડીથી બચવાનો પ્રયાસ કેમ કરી રહી હતી?
કાનપુર શૂટઆઉટનાં મુખ્ય આરોપી વિકાસ દુબેને મધ્ય પ્રદેશથી લઇને નીકળી, ત્યારથી મીડિયાની ગાડીઓ તેને ફોલો કરી રહી હતી. કાનપુર સુધી મીડિયાની ગાડીઓ પાછળ લાગી હતી, પરંતુ એક જગ્યાએ લગભગ એક કિલોમીટર પહેલા સુધી મીડિયાની ગાડીઓને રોકી દેવામાં આવી અને ચેકિંગ કરવામાં આવી રહ્યું હતુ. પછી તરત જ એસટીએફનાં કાફલામાં સામેલ ગાડી પલટી ખાઈ ગઈ હોવાના સમાચાર આવ્યા.
ઉલ્લેખનીય છે કે 8 પોલીસ કર્મચારીઓની કરપીણ હત્યાનો આરોપી વિકાસ દુબે એક દિવસ પહેલા જ ઉજ્જૈનથી ઝડપાયો હતો. તેની ધરપકડ પર પ્રશ્નો ઉઠી રહ્યા હતા અને વિરોધી દળોએ આને સરેન્ડર ગણાવ્યું હતુ. વિરોધ પક્ષે મધ્ય પ્રદેશનાં ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાની ભૂમિકા પર પણ પ્રશ્નો ઉઠાવ્યા હતા, કેમકે તેઓ 2017ની યૂપી વિધાનસભા ચૂંટણી દરમિયાન બીજેપી તરફથી કાનપુરનાં પ્રભારી રહ્યા હતા.