ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : મંગળવાર, 16 નવેમ્બર 2021 (11:10 IST)

Virat Kohli's One8 Commune- વિરાટ કોહલીની રેસ્ટોરન્ટમાં ગેઝ નો એન્ટ્રી! આરોપો પછી, સોશિયલ મીડિયા યુઝર્સે ઝાટકણી કાઢી

Virat Kohli's One8 Commune:: ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીની વન8 કોમ્યુન રેસ્ટોરન્ટ પર LGBTQ+ સમુદાયના લોકોને પ્રવેશ ન આપવાનો આરોપ છે, જેના પછી ટ્વિટર યુઝર્સે વિરાટ કોહલીની ઝાટકણી કાઢી હતી. જો કે વિરાટ કોહલી તરફથી હજુ સુધી આ અંગે કોઈ પ્રતિક્રિયા આવી નથી. તમને જણાવી દઈએ કે વિરાટ કોહલીની One8 Commune રેસ્ટોરન્ટની પુણે, દિલ્હી અને કોલકાતામાં શાખાઓ છે.
 
શું છે આરોપ?
'Yes, We Exist' નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ દ્વારા પોસ્ટ કરવામાં આવ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે, "વિરાટ કોહલીની રેસ્ટોરન્ટમાં LGBTQ+ મહેમાનોને કોઈ પ્રવેશ નથી...વિરાટ કોહલી પૂણે, દિલ્હી અને કોલકાતામાં One8 Commune નામની રેસ્ટોરન્ટ ચલાવે છે. તેમની Zomato યાદી જણાવે છે કે "Stag માટે કોઈ રેસ્ટોરન્ટમાં પ્રવેશ નથી".Virat Kohli's One8 Commune