1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શનિવાર, 10 ઑક્ટોબર 2020 (16:42 IST)

Viral Video - મહિલાએ વાંદરાઓના બચ્ચાઓને બોટલથી પીવડાવ્યુ દૂધ, વીડિયો ખૂબ જ ક્યુટ છે

જાનવરોને પણ જોઈએ પ્રેમ. તેમને પણ એવી જ રીતે ઉછેરવામાં આવે છે જે રીતે આપણે આપણા બાળકોને ઉછેરીએ છીએ. એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. તેમા એક મહિલા નાના નાના વાંદરાઓને જે રીતે પ્રેમ કરી રહી છે તે ખરેખર એક સરસ ઉદાહરણ છે.  તે વાંદરાઓને બચ્ચાઓને બોટલમાં દૂધ નાખીને બાળકોની જેમ દૂધ પીવડાવી રહી છે. 
 
આ રહ્યો એ ક્યુટ વીડિયો   

 
@GahlautManish નામના યુઝરે આ વીડિયો શેયર કર્યો છે.  કેપ્શનમાં લખે છે, ખરેખર આ વીડિયો તમને ખુશ કરી દેશે.  વીડિયોમાં દેખાય રહ્યુ છેકે એક મહિલા ત્રણ નાના-નાના ક્યુટ વાંદરાઓ માટે બોટલમાં દૂધ બનાવી રહી છે. એટલુ જ નહી તેણે વાંદરાઓને ડાયપર પણ પહેરાવી રાખ્યુ છે.  પછી તે દૂધની બોટલ પણ પી જાય છે ઠીક એ જ રીતે જે રીતે આપણા બાળકો પીવે છે. જેવી મહિલા દૂધ તૈયાર કરવા માંડે છે. ત્રણેય ખૂબ જ એક્સાઈટેડ થઈ જાય છે. તેઓ ચીસો પાડે છે. ખુશ થઈ જાય છે કે હવે દૂધ મળશે.