ગુરુવાર, 21 નવેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 2 જાન્યુઆરી 2024 (13:26 IST)

Hit and Run: શુ છે હિટ એંડ રન નો નવો કાયદો જેને લઈને રસ્તા પર ઉતર્યા છે ટ્રક ડ્રાઈવર

heat and run law
Hit and Run New Rules: રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુની સ્વીકૃતિ મળ્યા પછી ભારતીય ન્યાય સંહિતા  (Bharatiya Nyaya Sanhita 2023) નો હવે કાયદો બની ચુક્યો છે.  આવનારા સમયમાં તેની નવી જોગવાઈ ઈંડિયન પીનલ કોડ (IPC) ના જૂના કાયદાનુ સ્થાન લઈ લેશે. પણ તેની એક જોગવાઈને લઈને અત્યારથી વિરોધ શરૂ થઈ ગયો છે.  આ વિરોધનુ કારણ હિટ એંડ રન  (Hit and Run) નો નવો કાયદો છે. નવો કાયદો કહે છે કે જો માર્ગ અકસ્માત (Road Accident) માં કોઈનુ મોત થઈ જાય છે અને ગાડી ચાલક ઘટના સ્થળ પરથી ફરાર થઈ જાય છે તો તેને દસ વર્ષની સજા થઈ શકે છે. સાથે જ દંડ પણ ભરવો પડશે. 
 
અનેક રાજ્યોમાં ટ્રક ચાલક આ નવા કાયદાનો વિરોધ કરી રહ્યા છે. કેટલાક સ્થાન પર ચક્કાજામ, અરાજકતા અને પોલીસ તરફથી હળવા બળ પ્રયોગ થયાના પણ સમાચાર આવ્યા છે.  આવામાં આ જાણવુ જરૂરી છે કે હિંટ એંડ રનને લઈને નવો કાયદો શુ કહે છે.  જૂનો કાયદો શુ હતો, આ કાયદાને લઈને વિરોધ કેમ થઈ રહ્યો છે અને ટ્રક ડ્રાઈવરોનો આ વિરોધ કેટલો યોગ્ય છે. 
 
શુ હોય છે હિટ એંડ રન ?
એવા કેસ જેમા ગાડીની ટક્કર પછી ડ્રાઈવર અવસર પરથી ફરાર થઈ જ આય છે. આ મામલાને હિટ એંડ રન કેસ માનવામાં આવે છે. હિટ એંડ રન મામલે અનેકવાર ઘાયલ વ્યક્તિને જો સમય પહેલા હોસ્પિટલ પહોચાડવા કે પ્રાથમિક સારવાર મળતા બચાવી પણ શકાય છે.  જૂના કાયદા મુજબ હિટ એંડ રનમાં બે વર્ષની સજાની જોગવાઈ હતી અને જામીન પણ મળી જતી હતી. 
 
શુ કહે છે નવો નિયમ ?
નવો નિયમ કહે છે કે જો માર્ગ અકસ્માત પછી ગાડી ચાલક પોલીસને ટક્કરની સૂચના આપ્યા વગર ફરાર થઈ જાય છે તો તેને 10 વર્ષની જેલ અને દંડ આપવો પડશે. અનેક રાજ્યોમાં ટ્રક ડ્રાઈવર તેનો વિરોધ કરી રહ્યા છે. મધ્યપ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, દિલ્હી, હરિયાણા, ઉત્તર પ્રદેશ, બિહાર સહિત અનેક રાજ્યોમાં ટ્રક ચાલકો હડતાળ અને નાકાબંધી પર ઉતરી ગયા છે. માત્ર ટ્રક ડ્રાઈવરો જ નહીં બસ, ટેક્સી અને ઓટો ડ્રાઈવરો પણ તેનો વિરોધ કરી રહ્યા છે. નવા નિયમો ખાનગી વાહન ચાલકોને પણ સમાન રીતે લાગુ પડશે. તેમનું કહેવું છે કે નવા કાયદાની જોગવાઈઓ ઘણી કડક છે. આમા થોડી છૂટ આપવી નરમ પાડવું જોઈએ.
 
કાયદો કેમ કડક બનાવાયો?
આંકડાઓ પર નજર કરીએ તો નવા કાયદાની કડકાઈનું કારણ સમજી શકાય છે. સરકારી આંકડા દર્શાવે છે કે દર વર્ષે 50 હજાર લોકો હિટ એન્ડ રન કેસમાં જીવ ગુમાવે છે. વિરોધ કરી રહેલા ડ્રાઇવરોની દલીલ છે કે જો તેઓ ટક્કર બાદ ભાગી જાય છે, તો તેમને નવા કાયદા હેઠળ કડક સજાનો સામનો કરવો પડશે અને જો તેઓ રોકશે તો સ્થળ પર હાજર ભીડ દ્વારા તેમના પર હુમલો કરવામાં આવી શકે છે. ઘણીવાર માર્ગ અકસ્માતના કિસ્સામાં, સ્થળ પર હાજર ભીડ ગુસ્સે થઈ જાય છે અને ડ્રાઇવર પર હુમલો કરે છે. ઘણી વખત આ હિંસક ટોળું માત્ર માર મારવાથી જ અટકતું નથી અને મામલો મોબ લિંચિંગનું સ્વરૂપ લઈ લે છે.
 
આ મામલે મળશે રાહત 
જો કે નવા કાયદામાં ડ્રાઈવરોને કેટલીક બાબતે રાહત પણ મળશે.  જો ગાડીથી અથડાનારો વ્યક્તિ ખોટી રાતે માર્ગને પાર કરે છે કે ગાડી સામે આવી જાય છે તો ડ્રાઈવરને અધિકતમ પાંચ વર્ષની સજા અને દંડ ભરવો પડશે. પણ જો ટક્કર ખોટી રાતે ગાડી ચલાવવાને કારણે થઈ છે તો ડ્રાઈવરને 10 વર્ષની જેલની સજા ભોગવવી પડશે.