ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: નવી દિલ્હી. , મંગળવાર, 2 જાન્યુઆરી 2024 (10:32 IST)

INDIA અલાયંસમાં નીતીશને મોટી જવાબદારી, સંયોજકને લઈને બુધવારે Zoom પર થશે મીટિંગ

nitish kumar
ઈંડિયા ગઠબંધનથી નારાજ ચાલી રહેલા નીતીશ કુમારને હવે ગઠબંધનમાં મોટી જવાબદારી આપી શકાય છે. સૂત્રોના મુજબ નીતીશ અને કોંગ્રેસ સહિત INDIA ગઠબંધનના મોટા નેતાઓની આવતીકાલે એટલે કે 3 ડિસેમ્બરના રોજ જૂમ એપ પર વાત થશે.  INDIA ગઠબંધનમાં નીતીશની મહત્વની ભૂમિકાને જોતા કોંગ્રેસના મોટા નેતા તેમના સંયોજક બનાવવાનો પ્રસ્તાવ આપી શકે છે.

સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ કોંગ્રેસને આ વિશે   RJD નેતા તેજસ્વી યાદવ, સમાજવાદી પાર્ટી નેતા અખિલેશ યાદવ પાસેથી સહમતિ લઈ લીધી છે. શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરે સાથે પણ વાત થઈ ચુકી છે. દક્ષિણ ભારતના દળો અને લેફ્ટ પાર્ટીના નેતાઓ સાથે પણ વાત લગભગ થઈ ચુકી છે.  મળતી માહિતી મુજબ જુમ એપ પર કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન સહિત કોગ્રેસના અનેક મોટા નેતા રહેશે.  INDIA ગઠબંધનના મુખ્ય દળોના રાષ્ટ્રીય અધ્યક્ષ પણ જોડાય શકે છે.