શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 4 સપ્ટેમ્બર 2017 (16:27 IST)

વોટસએપ ભાજપની મહિલા કાર્યકરો માટે મુસીબત રૂપ બન્યું

ભાજપના પ્રચાર માટે ખાસુ ઉપયોગી નિવડેલું સોશિયલ મીડિયા હવે ભાજપ માટે જ મુસિબતનું કારણ બન્યું છે. રાજ્યના મોટા શહેરોમાં સોશિયલ મીડિયામાં ભાજપના જ કાર્યકરોએ અભદ્ર કોમેન્ટ, ચિત્રો અપલોડ કરતાં પક્ષને મુસીબતમાં મુકાવાનો વારો આવ્યો છે. ઘણી ભાજપની મહિલા કાર્યકરોએ વોટ્સએપનો ઉપયોગ કરવાનુ જ બંધ કરી દીધુ છે. એક તરફ, ભાજપ સોશિયલ મિડીયા થકી પક્ષનો ભરપૂર પ્રચાર કરવામાં વ્યસ્ત છે. વોટ્સએપ,ફેસબુક,ટ્વિટરના માધ્યમથી કાર્યકરો પક્ષની વાત છેવાડાના માનવી સુધી પહોંચે તેવા પ્રયાસો કરી રહ્યાં છે પણ વોટ્સએપમાં અશ્લિલ ચિત્રો-કોમેન્ટોને લીધે ભાજપની મહિલા કાર્યકરો ક્ષોભમાં મૂકાવવુ પડે તેવી દશા ઉભી થાય છે. અમદાવાદમાં ભાજપ યુવા મોરચાના એક કાર્યકરે આવી જ અશ્લિલ કોમેન્ટ કરતાં ભારે હોબાળો થયો હતો. સુરતમાં એક મ્યુનિ.કોર્પોરેટરે જ આવુ કૃત્ય કર્યુ હતું જેના પગલે હવે એવી સ્થિતી થઇ છેકે, કેટલીંય મહિલા કાર્યકરોએ ભાજપના કાર્યકરોના વોટ્સએપ ગુ્રપમાંથી બાકાત થવાની ફરજ પડી છે.  ખાસ કરીને જીલ્લા-તાલુકા પંચાયત,ગ્રામ પંચાયતના હોદ્દેદારો સહિત કાર્યકરોના ગુ્રપમાં આવા કિસ્સાઓ વધુ બનવા માંડયા છે. સોશિયલ મિડિયા ભાજપ માટે પણ મુસીબતનું કારણ બન્યુ છે. વિધાનસભાની ચૂંટણી ટાણે જ કોઇ વિવાદ સર્જાય નહી તેની તકેદારી રાખવા ભાજપના નેતાઓએ કાર્યકરો,હોદ્દેદારોને શીખ આપવી પડી છે.સોશિયલ મિડિયામાં આ એક નવા દૂષણને લીધે રાજકીય પક્ષો પણ મુશ્કેલી અનુભવી રહ્યાં છે કેમ કે, કાર્યકરો અશ્લિલ હરકત કરે ને, પક્ષને નુકશાની વેઠવી પડે છે.