બ્લૂ વ્હેલ ચેલેંજ પૂરી કરવા ટ્રેન સામે આવ્યો વિદ્યાર્થી
દુનિયાભરમાં તમામ માસૂમ બાળકોના મોતનુ કારણ બનેલ બ્લૂ વ્હેલ ગેમે મધ્યપ્રદેશના દમોહમાં એક શાળાના વિદ્યાર્થીને પોતાનો શિકાર બનાવ્યો છે. શહેરના નવજાગૃતિ શાળાના 11મા ધોરણમાં ભરનારા સાત્વિક પાંડે ઉર્ફ રામ પાંડેએ મોડી રાત્રે ટ્રેન સામે કપાઈને પોતાનો જીવ આપી દીધો.
મૃતક વિદ્યાર્થી સાત્વિક પાંડેએ શાળાના મિત્રોને જણાવ્યુ કે તે બ્લૂ વ્હેલ ગેમ રમતો હતો. બાળકોએ જણાવ્યુ કે આ પહેલા તેને બીજા બાળકોને પણ આ ગેમ રમવા માટે કહ્યુ હતુ. જોકે આ મામલે મૃત વિદ્યાર્થી સાત્વિક પાંડેના પરિજન કંઈ પણ કહેવાથી બચી રહ્યા છે.
પોલીસ આ મામલાની તપાસમાં લાગી છે. વિદ્યાર્થીના ટ્રેન સામે આવીને આત્મહત્યા કરવાનો એક સીસીટીવી ફુટેજ પણ સામે આવ્યો છે. ફુટેજમાં વિદ્યાર્થી રેલના પાટા પર ઉભો દેખાય રહ્યો છે. ત્યારે દમોહ સ્ટેશન તરફથી આવી રહેલ ફાસ્ટ ટ્રેન તેના ઉપરથી પસાર થઈ જાય છે.