શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 4 સપ્ટેમ્બર 2017 (13:23 IST)

ગુજરાત સાથે મારે ખૂબ જુનો સંબંધ હોવાથી અહીં મારૂ બીજુ ઘર છે - રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ

રાષ્ટ્ર નિર્માતાની શ્રેણીમાં રાષ્ટ્ર સંતશ્રી પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજનું શ્રેષ્ઠ યોગદાન છે તથા રાષ્ટ્રનો દરેક વ્યક્તિ રાષ્ટ્ર નિર્માણ માટે નિર્માતા બને તેવું રાષ્ટ્રપ રામનાથ કોવિંદજીએ મહેસાણા શહેરમાં સીમંધર સ્વામી જૈન મંદિર ખાતે સંતશ્રી પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજના ૮૩મા જન્મ દિન પ્રસંગે યોજાયેલ ગુરૂ આશિષ મહાપર્વ કાર્યક્રમમાં  જણાવ્યું હતું. કોઇપણ વ્યક્તિની પરખ તેના કાર્યથી થાય છે તેવું જણાવી રાષ્ટ્રપતિ  રામનાથ કોવિંદે જણાવ્યું હતું કે પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજના અનુયાયીઓ થકી સમાજ કલ્યાણના કાર્યો થઇ રહ્યા છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ ટ્રસ્ટ્રીશીપ વિચારધારા આપણને આપી છે અને તેનું અનુકરણ રાષ્ટ્રસંત પદ્માસાગર સૂરીશ્વરજી મહારાજ કરી રહ્યા છે. ટ્રસ્ટીશીપનું મુલ્ય ચુકવવાનો સમય આવે તો પાછા ન હટવાનું પણ આહવાન કર્યું હતું.રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજીએ જણાવ્યું હતું કે, ગુજરાત સાથે મારો ખુબ જુનો સબંધ છે. ગુજરાત મારૂ બીજુ ઘર છે. ગુજરાતે દેશને મોરારજી દેસાઇ અને  નરેન્દ્ર મોદી જેવા કર્મનિષ્ઠ વડાપ્રધાન આપ્યા છે. રાષ્ટ્રપતિએ વધુમાં જણાવ્યું હતું કે ભારત ભુમિ સંતોની ભુમિ છે. સંતો, મહંતો અને આચાર્યશ્રીઓ આ પરંપરા આગળ વધારી રહ્યા છે. ગૂરૂવરશ્રીએ આપેલ સદાચાર, પરોપકાર અને કરૂણાનો સંદેશો આજે સામાજિક સોહાર્દ બન્યો છે. મહારાજશ્રીએ દુર્લભ પડેલી પાંડુલીપીઓના બે લાખ ગ્રંથો કોબા જ્ઞાન મંદિરમાં સંગ્રહ કરી સંગ્રહસ્થાનનું કાર્ય કર્યું છે તે ઘણું પ્રશંસનીય છે. રાષ્ટ્રસંતશ્રી પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજે આશિર્વચન આપતાં જણાવ્યું હતું કે, દેશને સાદગીપૂર્ણ જીવન જીવવા, કર્મનિષ્ઠ, પ્રમાણિક વ્યક્તિ એવા શ્રી રામનાથ કોવિંદજી રાષ્ટ્રપતિ તરીકે મળ્યા છે. વ્યક્તિના ગુણ તેમની સાથે જ રહે છે, તેવું કહી મહારાજશ્રીએ જણાવ્યું હતું કે, પ્રાચીન ઋષિમુનીઓએ ભારતીય સંસ્કૃતિને ઘણું પ્રદાન કર્યું છે. આ સંસ્કૃતિને નાશ કરવા છેલ્લા ૧૦૦૦ વર્ષથી ઘણી સંસ્કૃતિએ પ્રયત્ન કર્યો છે, તેમ છતાં આજે આપણી સંસ્કૃતિ અવિરત છે.દરેક વ્યક્તિને પોતાની સંસ્કૃતિનું ગૌરવ હોવું જોઇએ તેવું કહી તેમણે દેશનો દરેક નાગરિક ચારિત્ર્ય વાન, નિષ્ઠાવાન, રાષ્ટ્રપ્રેમી, પ્રામાણિક અને વ્યસન મુક્ત બને તેવા આશિર્વાદ પણ આપ્યા હતા. ગુરૂ આશિષ પર્વના કાર્યક્રમમાં સમાજ ઉપયોગી કાર્યો જયપુર ફૂટ વિતરણ, વ્હીલચેર વિતરણ, સિલાઇ મશીન વિતરણ, વિદ્યાર્થી કિટ વિતરણ, નેત્રયજ્ઞ, કેન્સર હોસ્પિટલ સહાયતા અને અનાથ આશ્રમ સહાયતા સહિતના સેવાકીય કાર્યક્રમો યોજાયા હતા. ભારતના સૈનિકો માટે રૂ.૬૩ લાખ આર્મી વેલ્ફેર ફંડમાં શ્રી મનીષભાઇ મહેતા દ્વારા આપવામાં આવ્યા હતા.  કૈલાસ સાગર શ્રુતિ ગ્રંથનું વિમોચન કરાયું હતું. આ ગ્રંથ રાષ્ટ્રપતિશ્રી, રાજ્યપાલશ્રી, મુખ્યમંત્રીશ્રી તેમજ નાયબ મુખ્યમત્રીશ્રીને અર્પણ કર્યો હતો