શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: પટના , ગુરુવાર, 7 જાન્યુઆરી 2021 (15:10 IST)

જ્યારે ખુદના અંતિમ સંસ્કાર માટે બેંકમાંથી રૂપિયા કાઢવા માટે પહોચી લાશ... મચી ગયો હડકંપ !!

બિહારની રાજધાની પટનામાં એક એવો મામલો સામે આવ્યો છે જેના વિશે જાણીને કોઈપણ ચોંકી જશે. અહી બેંકમાં પૈસા કાઢવા એક ડેડ બોડી પહોંચી ગઈ. જેને જોતા જ અધિકારીઓમાં હડકંપ મચી ગયો. કોઈને પણ સાંભળીને આ સ્ટોરી ભયાવહ લાગશે પણ આ ચોંકાવનારા સમાચાર છે. 
 
બેંકમાં પહોંચી લાશ 
 
સમગ્ર ઘટના રાજઘાની પટનાના શાહજહાપુર પોલીસસ્ટેશનની છે.  અહી સિગરિયાવા ગામ પાસે કેનરા બેંકમા એ સમયે અફરા-તફરી મચી ગઈ જ્યારે અર્થી પર સૂતેલા વ્યક્તિના એકાઉંટમાંથી પૈસા કાઢવાનુ કહેવામાં આવ્યુ. એવુ કહેવાય છે કે સિગરિયાવાં ગામના જ રહેનારા 55 વર્ષીય મહેશ યાદવની મંગળવારે 5 જાન્યુઆરીના રોજ મોત થઈ ગયુ. 
 
મહેશનો અંતિમ સંસ્કાર કરવાનો હતો પણ આ માટે કોઈની પાસે પૈસા નહોતા. આવામાં ગામના લોકો બેંક પહોંચ્યા અને ત્યા જઈને મહેશના ખાતામાં જમા પૈસા આપવાની માંગ કરવા લાગ્યા. પણ બેંકના અધિકારીઓએ આવુ કરવાની ના પાડી દીધી. 
 
કેનરા બેંકના અધિકારીઓની સામે નિયમ-કાયદાના પેચ ફસાય ગયો હતો. આવામાં જ્યારે બેંકમાંથી પૈસા ન નીકળી શક્યા તો ગામના લોકોએ મહેશ યાદવની અર્થી લઈને જ બેંક પહોંચી ગયા. ત્યારબાદ આખી બેંકમાં હડકંપ મચી ગયો. એવુ કહેવાય રહ્યુ છે કે લગભગ 3 કલાક સુધી મહેશની ડેડ બોડી બેંકમાં જ પડી રહી. છેવટે મામલાને શાંત કરાવવા માટે મેનેજરે પોતાની તરફથી 10 હજાર રૂપિયા આપ્યા અને જેમ તેમ કરીને લોકોને સમજાવી પટાવીને અંતિમ સંસ્કાર કરવા માટે મોકલી દીધા.