ગ્રાઉન્ડ રિપોર્ટ: પતંગ બજારમાં મંદીનો માહોલ, ઓછી પતંગો બનતા ભાવમાં 20 થી 25 ટકા વધારો

Covid wind blows away kite biz
Last Modified ગુરુવાર, 7 જાન્યુઆરી 2021 (13:48 IST)
દિવાળી અને અન્ય તહેવારોની માફક ઉત્તરાયણ એટલે કે મકર સંક્રાંતિ પર પણ કોરોના વાયરસનો છાયો મંડરાઇ રહ્યો છે. કોરોના સંક્રમણને ફેલાતું અટકાવવા માટે પતંગ મહોત્સવ અને સાર્વજનિક સ્થળો પર પતંગબાજી કરવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. એ પણ નિર્દેશ આપવામાં આવ્યો છે કે કોઇપણ જગ્યાએ 50થી વધુ લોકોએ એકઠા થવું નહી. બસ તેના લીધે આ વખતે પતંગ બજારમાં પણ ચહેલ પહેલ નથી, જે મહીનાઓ પહેલાં જોવા મળતી હતી.

ઇન્ટરનેશનલ પતંગ મહોત્સવને રદ કરવામાં આવતાં આ વખતે કારખાનામાં પણ પતંગો ઓછી તૈયાર થઇ રહી છે. જેના લીધે ગત વર્ષની તુલનામાં તેના ભાવમાં 20 થી 25 ટકાનો વધારો થયો છે. આ જ સ્થિતિ કાચી દોરી અને માંજાનો છે. વેપારીઓના જણાવ્યા અનુસાર પતંગ ઓછી બનતા તેની કિંમતમાં વધારો કરવા પર મજબૂર બન્યા છે.

અમદાવાદના પતંગ માર્કેટ રાયપુરમાં પતંગનો ધંધો કરતાં વેપારી મનીષભાઇએ જણાવ્યું હતું કે મહામારીના લીધે આ વખતે કારખાનામાં પતંગો ઓછી બની છે. કારણ કે કારખાના માલિકોને પહેલાંથી જ આશંકા હતી કે પતંગ મહોત્સવ રદ થઇ જશે તો તેમનો માલ કારખાનામાં જ પડી રહેશે. હવે માલ હોવાથી હોલસેલના વેપારીઓએ તેની કિંમત વધારી દીધી છે.

ગત વર્ષે 1 હજાર પતંગનું બંડલ જે અમને 2500 થી 2800 રૂપિયામાં મળતું હતું. તે આ વર્ષે 3500 થી 3800 રૂપિયામાં મળી રહ્યું છે. તો બીજી તરફ માંજો યૂપીથી આવતો હતો, પરંતુ આ વખતે માલની સપ્લાઇ ખૂબ ઓછી થઇ છે. જેથી ફિરકીના ભાવમાં પણ વધારો થયો છે.

આવી જ સ્થિતિ પતંગ બજારના રિટેલ વેપારીઓની પણ છે. લીલાબેને જણાવ્યું હતું કે રિટેલમાં ગ્રાહકોની ખરીદી દર વર્ષની માફક નથી. પહેલાં તો દિવાળી પછી જ પતંગ બજારમાં ચમક જોવા મળતી હતી. પરંતુ આ વખતે જાન્યુઆરી મહિનાના 5-6 દિવસ વિતી ગયા છે પણ બજારમાં સન્નાટો છે. બજારમાં રમકડાં વાળી પતંગે તો ખૂબ ઓછી વેચાઇ છે. તો બીજી તરફ રાત્રિ કરફ્યૂંના લીધે તહેવારોની મજા ફિક્કી બની ગઇ છે. કારણ કે ગુજરાતમાં ઉત્તરાયણ પર રાત્રે પણ મેદાનોમાં પણ ભીડ જોવા મળતી હતી.

દર વર્ષે ગુજરાતમાં ઉત્તરાયણની ઉજવણી કરવા માટે દેશ વિદેશમાંથી લોકો આવે છે. ઉત્તરાયણ વખતે શહેરના કોટ વિસ્તારોમાં એક મહિના અગાઉ ધાબાઓનું બુકિંગ થઇ જતું હોય છે. આ ધાબાનું બે દિવસનું ભાડું અંદાજે 15 થી 25 હજાર રૂપિયા હોય છે. પરંતુ આ વર્ષે કોટ વિસ્તારમાં કોરોના લીધે એક પણ ધાબા માટે ઇન્કવાયરી આવી નથી.

કોઈપણ તહેવાર ની ઉજવણી તો અમદાવાદના કોટ વિસ્તારમાં જ થતી હોય છે તેમાં પણ ઉતરાયણનો તહેવાર એટલે કોટ વિસ્તારના ધાબા એક મહિના અગાઉથી જ ભાડે લેવા માટે બુક થઈ ગયા હોય છે. ઉત્તરાયણના બે દિવસ માટે લોકો ૧૫થી ૨૫ હજાર રૂપિયા સુધીનો ભાડું ચૂકવતા હોય છે સાથે અનેક સુવિધાઓ પણ તેમને આપવામાં આવે છે. કોટ વિસ્તારના લોકો તરફથી પરંતુ આ વર્ષે કોરોનાના કારણે હજુ સુધી ઇન્કવાયરી ધાબા ભાડે લેવા માટે શરૂ થઇ નથી.

આ વર્ષે બહારના લોકોને ધાબા ભાડે આપવા માંગતા નથી એ લોકોનું કહેવું છે કે બહારથી આવનારા લોકો કોરોના લઈને આવે તો તે ડર છે. જ્યારે આ વર્ષે અમદાવાદના પૂર્વ વિસ્તાર અને અમદાવાદની બહારના લોકો પણ ઉત્તરાયણ માટે ધાબા ભાડે લેવા કોઈ ઇન્કવાયરી કરી રહ્યા નથી. આ વર્ષે ઉત્તરાયણમાં કોટ વિસ્તારમાં એન.આર.આઇ કે ધાબા ભાડે રાખી ઉત્તરાયણની મજા લેતા લોકો નજરે નહીં પડે.


આ પણ વાંચો :