શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 7 જાન્યુઆરી 2021 (11:56 IST)

સ્કૂલ આવનાર વિદ્યાર્થીઓ માટે હાજરી નહી, વાલીઓનું સહમતિ પત્ર લાવવું અનિવાર્ય

શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ બુધવારે ગાંધીનગરમં કહ્યું કે રાજ્યમાં આગામી 11 જાન્યુઆરી 2021થી સ્કૂલોમાં ધોરણ 10 અને 12 તથા કોલેજ અને યુનિવર્સિટીમાં ગ્રેજ્યુટ અને પોસ્ટ ગ્રેજ્યુએટના અંતિમ વર્ષનું શૈક્ષણિક કાર્ય શરૂ કરવામાં આવશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતા તથા નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલની હાજરીમાં યોજાયેલી મંત્રીમંડળની બેઠકમાં આ અંગે ચર્ચા વિચારણા કર્યા બાદ રાજ્ય સરકારે આ નિર્ણય કર્યો છે. 
 
શિક્ષણમંત્રીએ આ અંગે વધુ જાણકારી આપતાં કહ્યું કે આ નિર્ણય રાજ્યના તમામ બોર્ડ પર લાગૂ થશે જેમાં સરકારી સ્કૂલ, સ્વનિર્ભર સ્કૂલો તથા સામાજિક ન્યાય તથા અધિકારિતા વિભાગના આધીન આવનાર તમામ સંસ્થા સામેલ છે. 
 
તેમણે કહ્યું કે સ્કૂલ અને કોલેજોને કોરોના સંક્રમણની સારવાર માટે કેન્દ્ર સરકાર તરફથી જાહેર કરવામાં આવેલા એસઓપીનું સખત પાલન કરવું પડશે. આ અંગે તમામ નિર્દેશ વિભાગ તરફથી સંસ્થાઓને મોકલવામાં આવ્યા છે. 
 
ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાને કહ્યું કે સ્કૂલમાં સ્વચ્છતા સહિત કોરોના સંક્રમણની સારવાર સંબંધિત અન્ય વ્યવસ્થાઓની સગવડ માટે સ્કૂલ સંચાલકોએ અધિકારીઓ સાથે સમન્વય કરતાં થર્મલ ગન વગેરેની વ્યવસ્થા કરવી પડશે. તેના માટે સ્થાનિક સ્તર પર આચાર્યો અને શિક્ષૅકોને પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્ર અને સામૂહિક સ્વાસ્થ્ય કેન્દ્ર સાથે સમન્વય કરતાં આયોજન કરવું પડશે.
 
તેમણે કહ્યું કે સ્કૂલમાં હાજરી ફરજિયાત નથી. સ્કૂલ આવનાર વિદ્યાર્થીઓએ પોતાના વાલીની સહમિત સાથે પત્રમાં મંજૂરી આપવી પડશે. તેની સાથે જરૂરી ફોર્મ સ્કૂલોમાં મોકલવામાં આવ્યા છે. આ ઉપરાંત હાલ રાજ્યમાં ચાલી રહેલા ઓનલાઇન શિક્ષણ વ્યવસ્થા પૂર્વવત ચાલુ રહેશે. 
 
શિક્ષણમંત્રીએ સ્પષ્ટ કર્યું કે વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં ન આવે. સ્કૂલમાં જેટલું શૈક્ષણિક કાર્ય હશે એટલે કે કોર્સ જેટલું જ ભણાવવામાં આવશે, ફક્ત તેના અનુસાર પરીક્ષા લેવામાં આવશે. તેમણે કહ્યું કે અન્ય ધોરણને શરૂ કરવાના મામલે સરકાર પાસે વિચારધીન છે અને તે અંગે જલદી જ નિર્ણય લેવામાં આવશે.