1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 8 માર્ચ 2024 (14:22 IST)

Kedarnath temple open- મહાશિવરાત્રી પર થઈ કેદારનાથ ધામના કપાટ ખુલવાની જાહેરાત જાણો ક્યારે ખુલશે બાબાના દ્વાર

kedarnath temple open date 2024
Kedarnath temple open- જો તમે પણ કેદારનાથે જવાની તૈયારી કરી રહ્યા છો તો આ સમાચાર તમારા કામના છે. આજે મહાશિવરાત્રી પર વિશ્વ પ્રસિદ્ધ કેદારનાથ ધામના કપાટ ખુલવાની જાહેરાત કરી નાખી છે. જાણકારી માટે જણાવીએ કે મંદિર ટ્રસ્ટએ વિશ્વ પ્રસિદ્ધ 12મા જ્યોર્તિલિંગ બાબા કેદારનાથે ધામના કપાટ ખુલવાની શુભ તારીખની જાહેરાત કરી છે. 
 
કેદારનાથે ધાનના કપાટ 10 મે પૂરા વિધિ-વિધાનથી ખોલવામાં આવશે. 
 
9 મેની સાંજ સુધી કેદારનાથ ધામ પહોંચશે મૂર્તિ 
ટ્રસ્ટના મુજબ ભગવાન કેદાર નાથની પંચમુખી ભોગ મૂર્તિની 5 મેને પંચકેદાર ગાદી સ્થળ શ્રી ઓંકારેશ્વર ઉખીમઠમાં પૂજા થશે. જુદા-જુદા પડાવથી થઈને 9 મેની સાંજ સુધી કેદારનાથ ધામ પહોંચશે. તે પછી કેદારનાથ ધામન કપાટ 10 મે શુક્રવારે સવારે 7 વાગ્યે ખોલાશે. મહાશિવરાત્રિ પર, ઉખીમઠના પંચકેદાર ગદ્દીસ્થલ શ્રી ઓમકારેશ્વર મંદિરમાં બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિના અધ્યક્ષ અજેન્દ્ર અજયની હાજરીમાં આયોજિત ધાર્મિક સમારોહમાં દરવાજા ખોલવાની તારીખ નક્કી કરવામાં આવી છે.
 
આ દિવસે ખુલશે બદ્રીનાથ ધામના કપાટ 
ઉલ્લેખનીય છેકે તેનાથી પહેલા વસંત પંચમી પર ભગવાન બદ્રીનાથ ધામના કપાટ ખુલવાની તારીખ જાહેર કરી નાખી હતી. જેમાં એવી જાહેરાત કરવામાં આવી હતી કે 12મી મેના રોજ સવારે બ્રહ્મ મુહૂર્તમાં બદ્રીનાથ ધામના દ્વાર આ વખતે શ્રદ્ધાળુઓ માટે સંપૂર્ણ વિધિ સાથે ખોલવામાં આવશે. તે જ સમયે, કેદારનાથ ધામના દરવાજા ખોલવાની તારીખ આજે મહાશિવરાત્રિ પર જાહેર કરવામાં આવી હતી. આ ઉપરાંત આજે મહાશિવરાત્રી નિમિત્તે અનેક ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે

Edited By- Monica sahu