ગુરુવાર, 9 ઑક્ટોબર 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાતી તાજા સમાચાર
  3. રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Updated : મંગળવાર, 7 ઑક્ટોબર 2025 (15:11 IST)

PM મોદી માટે કેમ ખાસ છે 7 ઓક્ટોબરનો દિવસ ? ફોટો શેયર કરીને જણાવ્યુ કારણ

MODI AS CM
MODI AS CM
પ્રધનમંત્રી નરેન્દ્ર મોદી માટે 7 ઓક્ટોબરનો દિવસ ખૂબ જ ખાસ છે. તેમણે આ દિવસના સ્પેશલ હોવાનુ કારણ તસ્વીરો શેયર કરીને તેમની પાછળની સ્ટોરી બતાવતા શેર કરી છે. પીએમ એ તમામ માહિતી X પર શેયર કરી છે. આજના જ દિવસે પીએમના રાજનીતિક કરિયરને 25 વર્ષ થઈ ગયા છે. પીએમે પોતાના કરિયરના બધા મહત્વના પહેલુઓના ક્ષણોની તસ્વીરો સાથે શેયર કર્યો છે. જાણો પીએમએ પોતાના જીવનની ખાસ ક્ષણોને કેવી રીતે યાદ કરી. 

 
પીએમે લખ્યુ 2002 માં આજના જ દિવસે મે પહેલીવાર ગુજરાતના મુખ્યમંત્રીના રૂપમાં શપથ લીધી હતી. આજે મે સરકારના મુખિયાના રૂપમા ઈશ્વરરૂપી જનતા જનાર્દનની સેવા કરીને મારા 25માં વર્ષમાં પ્રવેશ કર્યો. લોકતાંત્રિક વ્યવસ્થામાં આ સિદ્ધિ, મને ભારતની જનતાનો ખૂબ મોટો આશીર્વાદ છે.  આ વર્ષોમાં દરરોજ, દરેક ક્ષણે મે દેશવાસીઓના જીવનને શ્રેષ્ઠ બનાવવાની અને તેમના વિકાસ્માટે સમર્પિત ભાવ થી કામ કરવાનો પ્રયાસ કર્યો છે. આ મારુ સૌભાગ્ય છે કે મને તમારા બધા લોકોનો નિરંતર સ્નેહ મળ્યો છે.  


 
પીએમએ લખ્યું, "જ્યારે મારી પાર્ટીએ મને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લેવાનો આદેશ આપ્યો, ત્યારે ગુજરાત અનેક પડકારોનો સામનો કરી રહ્યું હતું. તે રાજ્યના લોકો માટે કસોટીનો સમય હતો. તે જ વર્ષે, રાજ્યમાં વિનાશક ભૂકંપ આવ્યો. ચક્રવાત અને દુષ્કાળે લાખો લોકોના જીવનને અસ્તવ્યસ્ત કરી દીધું. ગુજરાત રાજકીય અસ્થિરતાનો સામનો કરી રહ્યું હતું. અને તે સમયે મને ગુજરાતની સેવા કરવા માટે પસંદ કરવામાં આવ્યો હતો. આ કટોકટીઓએ અમારા ઉત્સાહને તોડ્યા નહીં, પરંતુ અમને એક મજબૂત, સમૃદ્ધ અને કાયાકલ્પિત ગુજરાત બનાવવા માટે પ્રેરણા આપી."
 
પીએમએ લખ્યું, "જ્યારે હું મુખ્યમંત્રી બન્યો, ત્યારે મારી માતા હીરાબેને મને કહ્યું, 'મને તમારા કામ વિશે વધુ ખબર નથી, પરંતુ હંમેશા બે વાત યાદ રાખજો. પહેલી, ગરીબો માટે કામ કરજે, અને બીજુ, ક્યારેય લાંચ ન લેશો.' મારી માતાનો આ પાઠ અમૂલ્ય હતો. મેં સંકલ્પ કર્યો કે અમે લોકોની સેવા કરવામાં શ્રેષ્ઠ પ્રયાસ કરીશું, અને સરકારનું દરેક કાર્ય અંત્યોદયની ભાવનાથી પ્રેરિત હશે."