મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 3 મે 2019 (13:06 IST)

ઓડિશા સમુદ્ર કિનારે અથડાયુ વાવાઝોડુ ફની, 225 કિમી. પ્રતિ કલાકે ચાલી ફુંકાઈ રહી છે હવા, વીજળી ઠપ્પ

ચક્રવાત વાવાઝોડું ફની શુક્રવારે સવારે ઓડિશા તટ સાથે અથડાયુ. રાજ્યમાં તેજ હવાઓ સાથે જોરદાર વરસાદ થઈ રહ્યો છે. તોફાનને કારણે અનેક વિસ્તારમાં વીજળી ગુલ થઈ ગઈ છે. સંચાર સેવાઓ પણ ઠપ્પ છે. કોઈપણ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરવા માટે ટીમ ગોઠવાઈ છે. ફની પ્રભાવિત વિસ્તારમાં 225 કિલોમીટર પ્રતિ કલાકની ગતિથી હવાઓ ચાલી રહી છે. બીજી બાજુ આ પહેલા સમુદ્રી કિનારા પરથી લોકોને હટાવીને સુરક્ષિત સ્થાન પર પહોંચાડવામાં આવ્યા હતા. આ તોફાન પર ખુદ મુખ્યમંત્રી નવીન પટનાયક નજર રાખી રહ્યા છે અને  બધી પુરતી વ્યવસ્થા અને તૈયારીઓ કરવામાં આવી છે. 
 
-  ઉંચા અને ભયાનક મોજા સમુદ્ર કિનારે અથડાઈ રહ્યાં છે. દરિયો તોફાની બન્યો છે.  રાજ્ય સરકારે લગભગ 11 લાખ લોકોને સુરક્ષીત સ્થળોએ ખસેડી દીધા છે.
-  ફની ચક્રવાત માટે કેન્દ્રીય ગૃહમંત્રાલયે જાહેર કર્યો હેલ્પલાઈન નંબર : 1938.
 
- ઓરિસ્સાના 17 જીલ્લાઓમાં ફની તોફાનની અસર થવાની શક્યતા છે. કોઈ પણ પ્રકારની સ્થિતિને પહોંચી વળવા માટે ભારતીય નૌકાદળના 4 જહાંજ અને 6 હેલિકોપ્ટરને સજ્જ રાખવામાં આવ્યા છે. તો એનડીઆરએફ અને રાષ્ટ્રીય ટીનોને પણ તૈયાર રાખવામાં આવી છે. શાળા કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે.
 
- ઓડિશાના દરિયાકિનારે વાવાઝોડું ફોની ત્રાટક્યું છે. હાલ પવનની ઝડપ 175 કિમી પ્રતિ કલાક છે. સાથે જ રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ શરૂ થઈ ગયો છે.
 
-  પુરીથી આ વાવાઝોડું ઓડિશાના ખુર્દા, કટક, જગતસિંહપુર, કેન્દ્રપાડા, જાજપુર, ભદ્ર્ક અને બાલેશ્વર જિલ્લાઓ પરથી પસાર થઈ પશ્ચિમ બંગાળ તરફ આગળ વધશે અને ત્યાંથી બાંગ્લાદેશ તરફ ફંટાશે એવી શક્યતા છે. જોકે, ત્યાં પહોંચતા સુધી તે નબળું પડશે.
 
-  ઓડિશાની સાથે-સાથે પશ્ચિમ બંગાળ અને આંધ્ર પ્રદેશ પર પણ વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે. આ ઉપરાંત તામિલનાડુને પણ ઍલર્ટ કરવામાં આવ્યું છે.
વાવાઝોડાને લઈને આંધ્ર પ્રદેશ અને તામિલનાડુને પણ હાઈઍલર્ટ કરાયાં છે.
 
વાવાઝોડાને કારણે 10,00,000 જેટલાં લોકોનું સ્થળાંતરણ કરવામાં આવ્યું છે. વાવાઝોડું પુરીના દરિયાકાંઠે જમીન સાથે સંપર્કમાં આવ્યું છે તે શહેરમાં આશરે 1,00,000 લાખ લોકો રહે છે.
 
પુરીમાં 858 વર્ષ જૂનું જગન્નનાથનું મંદિર પણ આવેલું છે. અધિકારીઓને એવો પણ ડર છે કે વાવાઝોડાને કારણે કદાચ મંદિરને નુકસાન થઈ શકે છે.
 
રાજ્યમાં તમામ શાળાઓ અને કૉલેજો બંધ કરી દેવામાં આવી છે.
 
ભારતીય નેવીના જણાવ્યા પ્રમાણે તેમણે સાત યુદ્ધજહાજો મોકલ્યાં છે અને છ પ્લેન તથા સાત હેલિકૉપ્ટરને રાહતકાર્ય માટે તૈયાર રખાયાં છે.