આગામી 5 દિવસમાં વરસાદની શક્યતા, 10 નવેમ્બર પછી કડકડતી ઠંડી પડશે
Winter updates - નવેમ્બર હોવા છતાં દિલ્હીમાં ઠંડીની ખાસ અસર દેખાતી નથી, પરંતુ વાયુ પ્રદૂષણ અને ધુમ્મસની સમસ્યા સતત વધી રહી છે. આજે 6 નવેમ્બરે દિલ્હીનો એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) 358 નોંધાયો હતો,
જે સ્વાસ્થ્ય માટે જોખમી માનવામાં આવે છે. નિષ્ણાતોના મતે વરસાદ પડે ત્યારે જ ધુમ્મસમાંથી રાહત મળી શકે છે, પરંતુ ભારતીય હવામાન વિભાગ (IMD)ના મતે દિલ્હીમાં હાલમાં વરસાદની કોઈ શક્યતા નથી.
Weather warnings for next 7 days (05 Nov-11 Nov 2024)
— India Meteorological Department (@Indiametdept) November 5, 2024
Subject:
(i) Fresh spell of rainfall activity over Tamil Nadu, Kerala and south Coastal Andhra Pradesh during 07th -10th November 2024.
(ii) No significant weather over rest parts of the country during the week.… pic.twitter.com/fycYXJtYCl
10 નવેમ્બર સુધીમાં દેશના ઘણા ભાગોમાં હવામાનમાં ફેરફાર જોવા મળી શકે છે. જો કે દિલ્હીમાં હજુ ઠંડીના સંકેતો સ્પષ્ટ નથી થયા પરંતુ આસપાસના રાજ્યોમાં ઠંડી વધવાની આશંકા છે.

