ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મુંબઈ. , શનિવાર, 11 ફેબ્રુઆરી 2017 (13:12 IST)

500 કિલોની ઈમાન, 25 વર્ષથી ઘરેથી બહાર નથી નીકળી, આજે સારવાર માટે મુંબઈ પહોંચી

દુનિયાની સૌથી વધુ વજનવાળી મહિલાઓમાંથી એક મિસ્રની 36 વર્ષીય એમન અહેમદ વજન ઘટાડવના સારવાર માટે આજે અહી પહોંચી ગઈ. મિસ્રના એક વિમાનથી ભારત આવનારી એમન લગભગ ચાર વાગ્યે મુંબઈ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પર ઉતરી. તેમની સારવાર કરાવનારા ચિકિત્સકોએ કહ્યુ કે સર્જરી પહેલા એમન લગભગ એક મહિના સુધી દેખરેખમાં રહેશે. તે 25 વર્ષથી પોતાના ઘરમાંથી બહાર નથી નીકળી. 
 
દુનિયાની સૌથી જાડી મહિલાઓમીથી એક એમન હાલ મુંબઈના બેરિએટ્રિક સર્જન મુફ્ફાજલ લકડાવાલા અને તેમની ટીમની દેખરેખમાં છે. લકડાવાલાના એક સહાયકે જણાવ્યુ કે એમનની લગભગ ત્રણ મહિનાથી સારવાર ચાલી રહી છે અને તેમણે મિસ્રના અલ્કેજેંડ્રિયિઆ શહેરથી ઘરના પથારી પર જ પડ્યા રહેવા માટે મજબૂર એમનને લાવવા માટે બધા જરૂરી પગલા ઉઠાવ્યા. 
 
ડોક્ટરોએ કહ્યુ, "એમનના સ્વાસ્થ્ય સંબંધી જટિલતાઓને જોતા તેણે મુંબઈ લાવવી એક પડકારરૂપ કાર્ય હતુ. મુંબઈના સૈફી હોસ્પિટલના બેરિએટ્રિક સર્જરી વિભાગની પ્રમુખ અને સેન્ટર ઑફ ઓબેસિટી એંડ ડાયજેસ્ટિવ સર્જરીમાં એડવાંસ્ડ લૈપ્રોસ્કોપિક એંડ બેરિએટ્રિક સર્જન અર્પણા ગોવિલ ભાસ્કર અને ગંભીર અને ઊંડી ચિકિત્સા વિભાગના સીનિયર ઈનટેંસિવિસ્ટ કમલેશ બોહરા, એમન સાથે હતા.  
 
કોણ છે ડોક્ટર લકડાવાલા 
 
ડોક્ટર લકડાવાલા દેશના સૌથી મોટા ઑબેસિટી વિશેષજ્ઞના રૂપમાં ગણાય છે. મુંબઈમાં તેઓ સેંટર ફોર ઓબેસિટી અને ડાયજિસ્ટિવ સર્જરી નામની હોસ્પિટલના સંસ્થાપક છે. તેમણે દેશના અનેક જાણીતા લોકોની સર્જરી કરી છે. તેમા કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીનો પણ સમાવેશ છે. લકડાવાલાએ આ પહેલા 285 કિલોગ્રામ વજનના એક માણસનું ઓપરેશન કર્યુ હતુ.