સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શનિવાર, 29 ઑક્ટોબર 2022 (10:34 IST)

વર્લ્ડ સ્ટ્રોક ડે - જેનેરિક દવાઓ સ્ટ્રોકની સારવારમાં લાવી શકે છે ધરમૂળથી પરિવર્તન

રાષ્ટ્રીય કૌટુંબિક આરોગ્ય સર્વેક્ષણ-5 મુજબ વ્યક્તિની જીવનશૈલીમાં આવેલા નોંધપાત્ર પરિવર્તનની સાથે-સાથે છેલ્લાં ત્રણ દાયકામાં આવેલા રોગચાળા સંબંધિત પરિવર્તનથી દોરવાઈને ભારતના તમામ હિસ્સાઓમાં એનસીડીની ઘટનાઓ અને તેની સાથે સંકળાયેલા જોખમકારક પરિબળોમાં સતત વધારો થઈ રહ્યો છે. તેનાથી ભારતમાં જીવનશૈલીને લગતી બીમારીઓનું તો ભારણ વધ્યું જ છે પરંતુ તેની સાથે-સાથે દવાઓ પાછળ થતાં ઘરદીઠ ખર્ચમાં પણ વધારો થયો છે. સ્ટ્રોક પણ તેમાંથી બાકાત નથી. સ્ટ્રોકને લગતી મોટાભાગની વાતચીત અને ચર્ચાઓ તથા તેના અંગેના અભિયાનો ‘ગોલ્ડન અવર’ની અંદર સમયસર સારવાર પ્રાપ્ત થવા પર કેન્દ્રીત હોય છે પરંતુ સ્ટ્રોક આવ્યાં બાદ દર્દીઓને સારવાર પાછળ થતાં ખર્ચ પર ખાસ લક્ષ્ય સેવવામાં આવતું નથી.
 
વળી, આ વર્ષે વર્લ્ડ સ્ટ્રોક ડે 2022ની થીમ પણ સ્ટ્રોકના ચિહ્નો અને #PreciousTimeના મહત્ત્વ અંગે જનજાગૃતિ પેદા કરવા પર કેન્દ્રીત હતી. જોકે, તેની સારવાર પાછળ થતો ખર્ચ પણ એટલું જ મહત્ત્વનું પરિબળ છે, જેની પર લોકોનું ધ્યાન દોરવું જરૂરી છે, ખાસ કરીને ફુગાવામાં તીવ્ર વધારો થઈ રહ્યો છે તેવા સમયમાં.
 
જેનેરિક દવાઓ પરિવારો પર બીમારીઓના આર્થિક ભારણને ઘટાડવામાં ધરમૂળથી પરિવર્તન લાવી શકતી હોવાથી સ્ટ્રોકની સારવારમાં જેનેરિક દવાઓ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. જેનેરિક દવાઓના ઓમની-ચેનલ રીટેઇલર મેડકાર્ટનો અંદાજ સૂચવે છે કે, જો દર્દીઓ બ્રાન્ડેડ દવાઓને બદલે જેનેરિક દવાઓ અપનાવે તો, સ્ટ્રોક આવ્યાં પછીની સારવાર પાછળ થતો દર્દીઓનો ખર્ચ લગભગ દસમા ભાગ જેટલો ઘટી જાય છે.
 
મેડકાર્ટના સહ-સ્થાપક અંકુર અગ્રવાલે જણાવ્યું હતું કે, ‘વર્લ્ડ સ્ટ્રોક ડે 2022ના રોજ મેડકાર્ટનો સંદેશ આ આરોગ્ય સંબંધિત કટોકટીને કારણે પેદા થઈ શકતી આર્થિક કટોકટીને નિવારવા પર કેન્દ્રીત છે. અગાઉના સમય કરતાં આજે સ્ટ્રોકમાંથી ઉગરી જવું એ મહત્ત્વનું છતાં સરળ છે પરંતુ સ્ટ્રોક આવ્યાં પછી ઓછામાં ઓછામાં એક વર્ષ સુધી દવાઓ પાછળ થતાં ખર્ચમાં તીવ્ર વધારો થાય છે. આથી જ, સ્ટ્રોકની સમયસર સારવાર અંગે જાગૃતિ પેદા કરવાની સાથે-સાથે સારવારના પરવડે તેવા માધ્યમોની સુલભતા અંગે પણ જાગૃતિ પેદા કરવી જરૂરી બની જાય છે. મેડકાર્ટ છેલ્લાં આઠ વર્ષથી એક સમયે એક જેનેરિક દ્વારા લોકોના આરોગ્યની સારવાર પાછળ થતાં ખર્ચને ઘટાડીને તેમના જીવનને બદલી લઈ રહી છે.’
 
કોવિડ બાદ સ્ટ્રોક આવવાની ઘટનાઓ અનેક ગણી વધી ગઈ છે. તેના ચોક્કસ આંકડાં તો જાહેર થઈ શક્યાં નથી પરંતુ તેમાં નોંધપાત્ર વધારો થયો છે. ફક્ત મેડકાર્ટનો જ ડેટા સૂચવે છે કે, છેલ્લાં એક વર્ષમાં સ્ટ્રોક આવ્યાં પછી દર્દીની સારવાર કરવા માટે ઉપયોગમાં લેવાતી દવાઓનું વેચાણ દોઢ ગણું વધ્યું છે. અને આમ ખાસ કરીને કોવિડ-19ની બીજી લહેર દરમિયાન વિશેષ થયું છે.
 
સ્ટ્રોકની સારવારમાં સર્વસામાન્ય રીતે ઉપયોગમાં લેવાતી મુખ્ય દવાઓમાં એટ્રોવાસ્ટેટિન, રોસુવાસ્ટેટિન, ટાઈકાગ્રેલોર અને ક્લોપિડોગ્રેલનો સમાવેશ થાય છે. જો તમે એટ્રોવાસ્ટેટિનની એક બ્રાન્ડેડ ગોળી ખરીદવા જાઓ છો તો તે તમને રૂ. 24માં પડે છે, જ્યારે એટ્રોવાસ્ટેટિનની એક જેનેરિક ગોળી તમને રૂ. 2.5માં પડે છે. તે જ રીતે, જો તમે રોસુવાસ્ટેટિનની બ્રાન્ડેડ ગોળીને બદલે જેનેરિક ગોળી ખરીદો છો તો પ્રતિ ગોળી તમારો ખર્ચ રૂ. 38થી ઘટીને સીધો રૂ. 3.6 થઈ જાય છે. આ જ બાબત ટાઈકાગ્રેલોર (ખર્ચ પ્રતિ ગોળી રૂ. 32થી ઘટીને રૂ. 14.4 થઈ જાય છે) અને ક્લોપિડોગ્રેલ (ખર્ચ પ્રતિ ગોળી રૂ. 7.8થી ઘટીને રૂ. 1.9 થઈ જાય છે)ને પણ લાગુ પડે છે.
 
અંકુર અગ્રવાલે આગળ ઉમેર્યું હતું કે, ‘આ બાબત સ્પષ્ટપણે સૂચવે છે કે, બીમારીઓની સારવાર પાછળ થતાં ખર્ચને ઘટાડવો એ ખૂબ જ જરૂરી છે અને જેનેરિક દવાઓ દ્વારા આમ કરવું શક્ય છે. વાસ્તવમાં તો અમે ફક્ત સ્ટ્રોક માટે જ નહીં પરંતુ જીવનશૈલીને લગતી બીજી ઘણી બીમારીઓ માટે પણ સતત જનજાગૃતિ અભિયાનો હાથ ધરવાની હિમાયત કરી રહ્યાં છીએ, જેથી કરીને લોકોને જેનેરિક દવાઓ મારફતે પરવડે તેવી સારવાર સુલભ થાય તેની ખાતરી થઈ શકે. તેનાથી વધુને વધુ લોકોના વહેલા નિદાનને અને હોસ્પિટલમાં દાખલ થવાના જોખમને ઘટાડવાને પ્રોત્સાહન મળી શકશે.’