રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: સોમવાર, 29 મે 2023 (14:35 IST)

Wrestlers protest: રેસલર્સ સામે દિલ્હી પોલીસની લાલ આંખ!

Wrestlers Protest March
Wrestlers Protest March: દિલ્હી પોલીસની કાર્યવાહીનું સમર્થન કરતાં પૂર્વ IPSએ એક વિવાદાસ્પદ ટ્વીટ કર્યું, જેના પર રેસલર બજરંગ પુનિયા ગુસ્સે થઈ ગયા.
 
દિલ્હીમાં રવિવાર (28 મે)ના રોજ દેશની નવી સંસદનું ઉદ્ઘાટન થઈ રહ્યું હતું, ત્યારે ત્યાંથી થોડે દૂર દિલ્હી પોલીસ અને કુસ્તીબાજો વચ્ચે હંગામો થયો હતો. આ અંગે સોશિયલ મીડિયા પર પણ વાતાવરણ ગરમાયું હતું. આ ઘટનામાં એક પૂર્વ IPS ઓફિસરે આવું ટ્વિટ કર્યું હતું, જેના પર રેસલર બજરંગ પુનિયા ગુસ્સે થઈ ગયા હતા. તેના જવાબમાં પુનિયાએ કહ્યું કે તે ગોળી મારવા માટે તૈયાર છે અને પૂર્વ અધિકારીને પણ પડકાર ફેંક્યો છે.
 
પૂર્વ IPS અધિકારી એનસી અસ્થાનાએ રવિવારે (28 મે) કુસ્તીબાજો પર પોલીસ કાર્યવાહીને યોગ્ય ઠેરવતા લખ્યું કે જો જરૂર પડશે તો એક ગોળી પણ ચલાવવામાં આવશે.