બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: રવિવાર, 13 ઑગસ્ટ 2017 (13:33 IST)

જમ્મૂ-કાશ્મીરમાં એન્કાઉન્ટરમાં ત્રણ ભારતીય જવાન શહીદ

જમ્મૂ-કાશ્મીરમાં બે જગ્યાએ એન્કાઉન્ટરમાં ત્રણ ભારતીય જવાન શહીદ થઈ ગયા છે જ્યારે ત્રણ ઘાયલ થયાના સમાચાર છે. દક્ષિણ કાશ્મીરના શોપિયાંમાં આતંકીઓ સાથે અથડામણમાં બે જવાન જ્યારે પુંછમાં પાકિસ્તાન તરફથી ગોળીબારમાં એક જવાન શહીદ થયા છે.
જમ્મુ અને કાશ્મીરના પૂંછ સેકટરમાં નિયંત્રણ રેખા પાસે ભારતીય ચોકીઓ પર પાકિસ્તાની સૈનિકોએ ગઈ કાલે સાંજે કોઈ પણ ઉશ્કેરણી વગર ફાયરિંગ કર્યુ જેમાં એક જવાન શહીદ થઈ ગયો અને એક મહિલાનું મોત નિપજ્યું હતું. સંરક્ષણ વિભાગના પ્રવક્તાએ કહ્યું કે પાકિસ્તાની સૈનિકોએ સાંજે પાંચ વાગ્યે અચાનક ભારતીય ચોકીઓ પર ફાયરિંગ શરૂ કરી દીધુ હતું.