નવરાત્રી ઘટ સ્થાપનાનું શુભ મુહુર્ત અને પૂજન વિધિ

Last Updated: સોમવાર, 12 ઑક્ટોબર 2015 (17:26 IST)
કળશ સ્થાપના બાદ ગણેશ પૂજા કરો. ત્યારબાદ વેદીના કિનારે દેવીની પ્રતિમા સ્થાપિત કરો. આ માટે સૌ પહેલા આસન પર બેસીને આ મંત્ર બોલો

`ॐ केशवाय नम:,�ॐ माधवाय नम:,�ॐ नारायणाय नम:’ આવુ બોલતા જળથી ત્રણવાર આચમન કરો. પછી જળ લઈને હાથ ધોઈ લો.

હાથમાં ચોખા અને ફુલ લઈને મુઠ્ઠી બાંધીને દેવીનુ ધ્યાન કરો.
आगच्छ त्वं महादेवि। स्थाने चात्र स्थिरा भव। यावत पूजां करिष्यामि तावत त्वं सन्निधौ भव।।'

श्री जगदम्बे दुर्गा देव्यै नम:।' दुर्गादेवी-आवाहयामि

ત્યારબાદ ફુલ અને ચોખા ચઢાવો

'श्री जगदम्बे दुर्गा देव्यै नम:'�आसनार्थे पुष्पानी समर्पयामि। મંત્ર બોલીને મા ભગવતીને આસન આપો. શ્રી દુર્ગા દેવ્યૈ નમ:, પાદયમ, અર્ધ્ય, આચમન, સ્નાનાર્થ જળ સમર્પયામિ. બોલતા આચમન કરો. ત્યારબાદ `श्री दुर्गा देवी दुग्धं समर्पयामि।' મંત્ર બોલતા દૂધ ચઢાવો. श्री दुर्गा देवी दही समर्पयामि।' હવે દહી ચઢાવો. `श्री दुर्गा देवी घृत समर्पयामि।' બોલીને દહી ચઢાવો. श्री दुर्गा देवी मधु समर्पयामि। બોલતા મધ ચઢાવો. श्री दुर्गा देवी शर्करा समर्पयामि આ જ રીતે ખાંડ, પંચામૃત, ગંધોદક વસ્ત્ર સૌભાગ્ય સૂત્ર, પુષ્પ માળા નૈવેધ વગેરે ઉપરોક્ત મંત્ર બોલતા ચઢાવો.
ત્યારબાદ દુર્ગાસપ્તશતી અથવા રામાયણ પાઠ કરો.
ત્યારબાદ દેવીની આરતી કરીને પ્રસાદ વહેંચો.
ત્યારબાદ કન્યા ભોજ કરાવો. ત્યારપછી ખુદ પ્રસાદ ગ્રહણ કરો.

ઘટ સ્થાપના મુહુર્ત

ઘટ સ્થાપના મુહુર્ત પ્રતિપ્રદાના રોજ સૂર્યોદયથી
10 કલાક સુધી ઘટસ્થાપના કરવાનુ વિધાન છે.શ્રીમદ્દેવી ભાગવત મુજબ નવરાત્રી વ્રતની શરૂઆત પ્રતિપ્ર્દા તિથિના રોજ ઘટ કે કળશની સ્થાપના દ્વારા કરવી જોઈએ. કળશને ગંગાજળથી ભરવુ જોઈએ અને તેમા પંચરત્ન અને પંચપલ્લવ નાખવા જોઈએ. પહેલા દિવસે ઉત્તમ વિધિથી કરેલુ પુજન મનુષ્યોની અભિલાષા પુર્ણ કરનારુ હોય છે.


આ વર્ષે શારદીય નવરાત્રી 13 ઓક્ટોબર 2015થી શરૂ થશે. આ દિવસે કળશ સ્થાપના શુભ મુહૂર્ત આ પ્રમાણે છે.

ચંચલ - સવારે 9.18 થી 10.46 સુધી
લાભ
- સવારે 10.46 થી 12.13 સુધી
અમૃત - બપોરે 12.13 થી 13.41 સુધી
શુભ
- બપોરે 15.08 થી 16.35 સુધી


શારદીય નવરાત્રી મંગળવારે 13 ઓક્ટોબર 2015ના રોજ પ્રારંભ થશે. આ વખતે પ્રતિપ્રદા તિથિમાં વધારો થવાથી નવરાત્ર દસ દિવસ સુધી રહેશે. નવરાત્રીમાં વધારાથી દેવી ભક્તોને સુખ-સમૃદ્ધિ, લક્ષ્મી, શાંતિ અને સૌભાગ્યની પ્રાપ્તિ થશે.

દેવી પુરાણ મુજબ નવરાત્રીના દિવસે દેવીનુ આહ્વાન સ્થાપના અને પૂજન વહેલી સવારે કરવુ જોઈએ. પણ ચિત્રા નક્ષત્ર અને વૈધૃતિ યોગને આ દિવએ વર્જિત બતાવવામાં આવ્યુ છે. જો આ બંને આખો દિવસ હોય તો ઘટ સ્થાપના અભિજીત મુહુર્તમાં જ કરવુ ફળદાયી રહે છે.

જ્યોતિષિયો મુજબ આ વખતે નવરાત્રી પ્રારંભના દિવસે ચિત્રા નક્ષત્ર આખો દિવસ રહીને બીજા દિવસે સવારે 4.38 વાગ્યા સુધી અને વૈધૃતિ યોગ રાત્રે 11.17 વાગ્યા સુધી રહેશે.

તેથી નવરાત્રી સ્થાપના અભિજીત મુહુર્તમાં જ કરવુ જોઈએ. ઘટ સ્થાપનાનું સર્વશ્રેષ્ઠ અભિજીત મુહુર્ત દિવસમાં 11.51 થી 12.37 વાગ્યા સુધી રહેશે.

સંયોગથી આ વખતે નવરાત્રી દસ દિવસ સુધી હોવાની સાથે સાથે શ્રેષ્ઠ યોગ પણ રહેશે. દુર્ઘાષ્ટમી 21 ઓક્ટોબર અને નવમી તેમજ દશેરા 22 ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવશે.આ પણ વાંચો :