રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. નવરાત્રી ઉત્સવ
  3. નવરાત્રી આલેખ
Written By

નવરાત્રિ- નહી મળી રહી છે 9 કન્યા, 9થી ઓછી કન્યાઓના પૂજન કરી રહ્યા છો તો આ જરૂર વાંચો

કન્યાઓની સંખ્યા મુજબ મળે છે લાભ, જાણો કેટલી કન્યાનો પૂજન કરવું... 
નવરાત્રિના શુભ દિવસોમાં કન્યા પૂજનનો મહત્વ અમે બધા જાણે છે પણ શું તમે જાણો છો કે કન્યાની સંખ્યાના હિસાબે શુભ ફળ મળે છે. ધર્મ ગ્રંથમાં 3 વર્ષથી લઈને 9 વર્ષની કન્યા સાક્ષાત માતાનો સ્વરૂપ ગણાય છે.
 
1 કન્યાની પૂજાથી એશ્વર્ય, 2 ની પૂજાથી ભોગ અને મોક્ષ , 3 કન્યાની પૂજા કરવાથી અર્ચનાથી ધર્મ, અર્થ અને કામ, ચાર કન્યાની પૂજાથી રાજયપદ, 5 કન્યાઓની પૂજા કરવાથી વિદ્યા, 6 કન્યાઓની પૂજા થી 6 પ્રકારની સિદ્ધિ, 7 કન્યાઓની પૂજાથી રાજ્ય, 8 કન્યાઓની પૂજાથી સંપદા અને 6 કન્યાઓની પૂજાથી પૃથ્વીના પ્રભુત્વની પ્રાપ્તિ હોય છે. 
 
કેટલાક લોકો નવમીના દિવસે કન્યા પૂજન કરે છે પણ અષ્ટમીના દિવસે કન્યા પૂજન શ્રેષ્ઠ રહે છે. કન્યાઓની ઉમ્ર 10 વર્ષથી વધારે નહી હોવી જોઈએ. શાસ્ત્રોમાં 2 વર્ષની કન્યા કુમારી, 3 વર્ષની ત્રિમૂર્તિ,  4 વર્ષની કલ્યાણી,  5 વર્ષની રોહિણી,  6 વર્ષની કાલિકા,  7 વર્ષની ચંડિકા,  8 વર્ષની શાંભવી,   9 વર્ષની દુર્ગા અને 10 વર્ષની કન્યા સુભદ્રા ગણાય છે. ભોજન કર્યા પછી કન્યાઓને દક્ષિણા આપવી આ રીતે મહામાયા ભગવતી પ્રસન્ન થઈને મનોરથ પૂર્ણ કરે છે.