ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. નવરાત્રી ઉત્સવ
  3. નવરાત્રી આલેખ
Written By
Last Updated : સોમવાર, 25 સપ્ટેમ્બર 2017 (16:51 IST)

જો ગરબાનો નવ દિવસ સુધી આનંદ ઉઠાવવો છે તો બનાવો Diet plan (see Video)

નવરાત્રીમાં ગરબા રમવા ગુજરાતની પરંપરા છે.  હવે આ પરંપરા અન્ય રાજ્યોની ફેશન બની ગયુ છે. તેથી જ તો નવરાત્રી આવતા જ દરેક શહેરોમાં વિશેષ વ્યવસ્થા કરવામાં આવે છે.  પરંતુ અનેક કલાકો સુધી ગરબા રમવાથી તમારી એનર્જી લેવલ પર ઘણી અસર પડે છે. આવામાં જરૂરી છે કેટલીક વાતોનું ધ્યાન આપવામાં આવે જેથી સ્ટેમિના પણ કાયમ રહે. 
 
- મોડી રાત સુધી ગરબા ચાલે છે તેથી આ દરમિયાન પણ આઠ કલાકની ઊંધ જરૂર લઈ લો. જો રાત્રે મોડા સૂવો છો તો દિવસે ઊંઘ પૂરી કરો. 
 
- ગરબા રમવા દરમિયાન પરસેવો વધુ આવે છે તેથી દિવસમાં 12-15 ગ્લાસ પાણી જરૂર પીવો.  
 
- જો તમે રોજ ગરબા રમી રહ્યા છો તો તમારા સામાન્ય આહારમા& 300-400 કેલોરી વધુ લો. 
 
- સવારે ગરમ પાણીમાં એક લીંબુનો રસ અને 1/4 ચમચી મધ મેળવીને જરૂર પીવો. 
 
- સવારે 10-11 વાગ્યેની વચ્ચે એવા ફળોનું સેવન કરો જેમા વધુ કેલોરી હોય. 
 
- બપોરે ભોજનમાં 2 રોટલી મિક્સ લોટની(multi grain), શાક, દહી, સલાડ અને કંઈક ગળ્યુ લો. બપોરે મિલ્ક શેક, જ્યુસ કે નારિયળના પાણીમાંથી કોઈ એક ડ્રિંક જરૂર લો. 
 
- ગરબા રમવા જવાના 2-3 કલાક પહેલા બાફેલા બટાકા, સાબુદાણાની ખીચડી , રોસ્ટેડ ગ્રાઉંડંટ્સ જેવા વ્યંજનો અને ફળોનુ સેવન કરો. 
 
- ગરબા રમવા દરમિયાન દર અડધો કલાકના અંતરે ગ્લુકોઝ પીતા રહો. આનાથી કમજોરી નથી આવતી. 
 
- ગરબા રમીને આવ્યા પછી હુંફાળા પાણીથી પગ જરૂર ધુવો. આનાથી શરીર અને પગને ઘણો આરામ મળશે. 
 
- રાત્રે સૂતા પહેલા પણ એક ગ્લાસ દૂધનુ સેવન જરૂર કરો. 
 
- ગરબા દરમિયાન તળેલો ખોરાક, ફાસ્ટ ફુડ અને બજારનુ ખાવાનુ બની શકે ત્યા સુધી એવોઈડ કરો.