રવિવાર, 24 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. નવરાત્રી ઉત્સવ
  3. મા દુર્ગાના સ્વરૂપો
Written By
Last Updated : બુધવાર, 9 ઑક્ટોબર 2024 (10:49 IST)

Navratri Day 7, Maa Kalratri Katha Aarti :મા કાલરાત્રિની પૂજા કરવાથી શત્રુઓ શાંત થાય છે અને મૃત્યુનો ભય રહેતો નથી

एकवेणी जपाकर्णपूरा नग्ना खरास्थिता।
लम्बोष्ठी कर्णिकाकर्णी तैलाभ्यक्तशरीरिणी॥
वामपादोल्लसल्लोहलताकण्टकभूषणा।
वर्धनमूर्धध्वजा कृष्णा कालरात्रिर्भयंकरी॥एकवेणी जपाकर्णपूरा नग्ना खरास्थिता।
लम्बोष्ठी कर्णिकाकर्णी तैलाभ्यक्तशरीरिणी॥
वामपादोल्लसल्लोहलताकण्टकभूषणा।
वर्धनमूर्धध्वजा कृष्णा कालरात्रिर्भयंकरी॥
 
માઁ દુર્ગાના સાતમાં સ્વરૂપને કાલરાત્રીના નામથી ઓળખવામાં આવે છે. નવરાત્રિના સાતમા દિવસે કાલરાત્રિને પુજા કરવામાં આવે છે. આ સિવસે સાધકનું મન સહાર ચક્રમાં સ્થિર રહે છે. આના માટે બ્રમાંડની સમસ્ત શક્તિઓના દ્વાર ખુલી જાય છે.
 
સહારા ચક્રમાં સ્થિર સાધકનું મન પૂર્ણત: મા કાલરાત્રિના સ્વરૂપમાં અવસ્થિત રહે છે. આમના સાક્ષાત્કારથી મળનાર પુણ્યનો તે સહભાગી બની જાય છે. તેના બધા જ પાપો અને વિધ્નોનો નાશ થઈ જાય છે. તેને અક્ષય પુણ્ય લોકોની પ્રાપ્તિ થાય છે.
 
આમના શરીરનો રંગ ઘોર અંધારી રાત્રીની જેમ એકદમ કાળો છે. માથાના વાળ વિખરાયેલા છે. ગળામાં ચમકતી માળા છે. આમના ત્રણ નેત્રો છે.
 
માની નાસિકાથી શ્વાસ અને ઉચ્છવાસથી અગ્નિની ભયંકર જ્વાળાઓ બહાર નીકળે છે. આમનું વાહન ગધેડું છે. આ ઉપર કરેલા જમણા હાથની વરમુદ્રાથી બદાને આશીર્વાદ આપે છે. જમણા હાથનો નીચેવાળો હાથ અભયમુદ્રામાં છે. ડાબી તરફના ઉપરવાળા હાથમાં લોખંડનો કાંટો તેમજ નીચેવાળા હાથમાં કટાર છે.
 
મા કાલરાત્રિનું સ્વરૂપ જોવામાં અત્યંત ભયાનક છે પરંતુ આ હંમેશા શુભફળ આપનારી છે. એટલા માટે તેમનું એક નામ શંભુકારી પણ છે. આમનાથી ભક્તોએ કોઇ પણ પ્રાકરનો ભય કે આતંકિત થવાની જરૂર નથી.


માં કાલરાત્રીની કથા 
 
માતા કાલરાત્રીની ઉત્પતિની કથા કથા પ્રમાણે દૈત્ય શુભ-નિશુંભ અને રક્તબીજ ત્રણેય લોકમાં હાહાકાર મચારી દીધો હતો. રક્તબીજ ખૂબ જ શક્તિશાળી હતો. તેનો વધ બધા દેવતા મળીને પણ કરી શકતાં નહોતાં. રક્તબીજે શિવજીને પ્રસન્ન કરીને વરદાન પ્રાપ્ત કર્યું હતું. વરદાન પ્રમાણે જ્યાં-જ્યાં અસુરના લોહીના ટીપા પડશે, ત્યાં-ત્યાં રક્તબીજની જેમ જ શક્તિશાળી દૈત્ય પેદા થઇ જશે. દેવતાઓ સાથે જ્યારે પણ યુદ્ધ થતું ત્યારે કોઇ દેવતાના પ્રહારથી રક્તબીજના શરીરથી લોહી વહેતું તો અનેક રક્તબીજ ઉત્પન્ન થઇ જતાં હતાં. જેના કારણે દેવતાઓ તેને પરાજિત કરી શકતાં નહોતાં. ત્યાર બાદ દેવતાઓની પ્રાર્થનાથી દેવી દુર્ગાએ રક્તબીજ સાથે યુદ્ધ કર્યું.
 
માતા તે દૈત્યના અંગને કાપતાં હતાં. જેવા તે અસુરના લોહીના ટીપા નીચે પડતાં, તેટલાં જ નવા દૈત્ય ઉત્પન્ન થઇ જતાં હતાં. ત્યારે દેવીએ ચંડિકાને આદેશ આપ્યો કે, હું જ્યારે તે રાક્ષસ ઉપર પ્રહાર કરું, ત્યારે તમારે તેના લોહીને પી જવું. જેથી નવા રાક્ષસ ઉત્પન્ન થશે નહીં. ચંડિકાએ દેવીની આજ્ઞાથી આવું જ કર્યું. ચંડિકાએ પોતાનું મુખ વિકરાળ કરી લીધું અને અનેક રાક્ષસોને ગળી ગયાં. રક્તબીજના લોહીને ધરતી ઉપર પડતાં પહેલાં જ તે તેનું સેવન કરી જતાં. આ રીતે દેવી દુર્ગાએ રક્તબીજનો સંહાર કર્યો હતો.
 
માં કાલરાત્રીની આરતી
 
કાલરાત્રી જય જય મહાકાલીકાલ કે મુહ સે બચાને વાલી
 
દુષ્ટ સંઘારક નામ તુમ્હારામહાચંડી તેરા અવતાર
 
પૃથ્વી ઔર આકાશ પે સારામહાકાલી હૈ તેરા પસારા
 
અખંડ ખપ્પર રખને વાલીદુષ્ટો કા લહુ ચખને વાલી
 
કલકત્તા સ્થાન તુમ્હારાસબ જગહ દેખૂં તેરા નજારા
 
સભી દેવતા સબ નર-નારીગાવેં સ્તુતિ સભી તુમ્હારી
 
રક્તદંતા ઔર અન્નપૂર્ણાકૃપા કરે તો કોઈ ભી દુઃખ ના
 
ના કોઈ ચિંતા રહે બીમારીના કોઈ ગમ ના સંકટ ભારી
 
ઉસ પર કભી કષ્ટ ના આવેંમહાકાલી માં જિસે બચાવે
 
તુ ભી ભક્ત પ્રેમ સે કહાંકાલરાત્રી મા તેરી જય