શુક્રવાર, 29 માર્ચ 2024
  1. ધર્મ
  2. નવરાત્રી ઉત્સવ
  3. નવરાત્રી આલેખ
Written By
Last Updated : સોમવાર, 24 સપ્ટેમ્બર 2018 (15:16 IST)

માતાને આ ભોગ ચઢાવીને સફળ બનાવો તમારી નવરાત્રિ (વીડિયો)

માતા ના નવ ભોગ અને નવ રંગ થી બને છે નવરાત્રિની શરૂઆત થાય છે તો મિત્રો આજે અમે તમને માતાના નવ દિવસના ભોગ અને રંગ વિશે જાણકારી આપી રહ્યા છે. 
નવરાત્રિમાં દરરોજ દેવીના જુદા-જુદા રૂપોનું  પૂજન  અને ઉપાય કરીને માતાને પ્રસન્ન કરાય છે. નવરાત્રિમાં પહેલા દિવસથી અંતિમ દિવસ સુધી  માતાને મનગમતું ભોગ લગાવીને ગરીબોમાં  વિતરિત કરવાથી માતાનો આશીર્વાદ કાયમ  રહે છે. 
 
પ્રથમ દિવસ:
પ્રથમ કે નવરાત્રિનો પ્રથમ દિવસ દુર્ગા માતાનાં પ્રથમ અવતારને સમર્પિત હોય છે. આ દિવસે શૈલપુત્રી માતાને શ્રદ્ધાળુઓ પૂજે છે. આ અવતારમાં એક બાળકી અને 
 
પહાડની ‘પુત્રી' તરીકે પૂજા કરવામાં આવે છે. આ દિવસે શ્રદ્ધાળુઓ પીળા વસ્ત્રો પહેરે છે અને માતાને ઘી ચડાવે છે.
 
માં દુર્ગા શ્રી શૈલપુત્રી - પ્રથમ નોરતામાં માતા દુર્ગાની શૈલપુત્રીના રૂપમાં પૂજા કરાય છે. આ દિવસે શ્રદ્ધાળુઓ પીળા વસ્ત્રો પહેરે છે અને માતાને ઘી ચડાવે છે.
રંગ -   પીળા
ભોગ-    ઘી 
 
બીજા નોરતામાં માતા બ્રહ્મચારિણી અને તપશ્ચારિણી રૂપમાં પૂજન કરાય છે. 
બીજા દિવસે શ્રદ્ધાળુઓ લીલા વસ્ત્રો પહેરે છે અને માતાને ખાંડનો ભોગ લગાવે છે.
રંગ -   લીલા
ભોગ-    ખાંડનો ભોગ 
 
ત્રીજા રૂપમાં ચંદ્રઘટાની પૂજા કરાય છે અને માતાની કૃપાથી સાધકને  બધા કષ્ટોથી છુટકારો મળી જાય છે. 
આ દિવસે શ્રદ્ધાળુઓ ભૂરા રંગનાં વસ્ત્રો પહેરે છે અને દેવીને દૂધ અથવા ખીરનો ભોગ ચડાવે છે.
રંગ -   ભૂરા 
ભોગ-   ખીરનો ભોગ 
 
 
માતા કુષ્માંડાની પૂજા ચોથા નવરાત્રિમાં કરવાનું  વિધાન છે.
રંગ -   નારંગી
ભોગ-   માલપુઆનો ભોગ 
 
પાંચમા નવરાત્રામાં આદિશક્તિ માતા દુર્ગાની સ્કંદમાતાના રૂપમાં પૂજા હોય છે.
પંચમીનાં દિવસે ઉજળા વસ્ત્રો પહેરવામાં આવે છે અને દેવીને કેળાનો ભોગ ચડાવાય છે.
રંગ -   ઉજળા વસ્ત્રો
ભોગ-   કેળાનો ભોગ
 
છઠ્ઠી નવરાત્રિમાં માતા  કાત્યાયની રૂપમાં પૂજા કરાય છે.  
રંગ -  લાલ
ભોગ-  મધનો ભોગ
 
આ દિવસે શ્રદ્ધાળુઓ લાલ કપડાં પહેરે છે અને દેવીને ખુશ કરવા માટે મધનો ભોગ ધરાવે છે.
 
બધા રાક્ષસો માટે કાલરૂપ બનીને આવી માં દુર્ગાના કાલરાત્રિ રૂપની પૂજા સાતમા નવરાત્રમાં કરાય છે. 
રંગ - આસમાની
ભોગ-  ગોળનો ભોગ
 
 
આદિશક્તિ માં દુર્ગાના મહાગૌરી રૂપની પૂજા આઠમા નવરાત્રમાં કરાય છે. દેવીને લીલા રંગની સાડી પહેરાવવામાં આવે છે. 
 
રંગ - ગુલાબી 
ભોગ- નાળિયેર 
 
દુર્ગા શ્રી સિદ્ધિદાત્રી 
નવમા નવરાત્રમાં માં ના દુર્ગા શ્રી સિદ્ધિદાત્રી  રૂપની પૂજા અને આરાધના કરાય છે. 
રંગ - પર્પલ જાંબળી 
ભોગ- તલનો ભોગ
 
 
webdunia gujarati પર દરરોજ નવા Video જોવા માટે  webdunia gujarati youtube પર કિલ્ક કરો અને 
Subscribe કરો . subscribe કરવા માટે subscribeનો લાલ બટન દબાવો