ગુરુવાર, 10 ઑક્ટોબર 2024
  1. ધર્મ
  2. નવરાત્રી ઉત્સવ
  3. નવરાત્રી આલેખ
Written By
Last Updated : બુધવાર, 21 સપ્ટેમ્બર 2022 (17:19 IST)

Shardiya Navratri 2022: હાથી પર સવાર થઈને આવી રહી છે મા દુર્ગા, જાણો શુ મળી રહ્યા છે સંકેત ?

ma duirga
Maa Durga Sawari 2022: માતા દુર્ગાને સમર્પિત 9 દિવસીય નવરાત્રી 26 સપ્ટેમ્બર સોમવારથી શરૂ થઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે દર વર્ષે આસો મહિનાના શુક્લ પક્ષની પ્રતિપ્રદા તિથિથી શારદીય નવરાત્રીની શરૂઆત થાય છે. વર્ષમાં ચાર વાર નવરાત્રી ઉજવાય છે. જેમા બે ગુપ્ત નવરાત્રી હોય છે અને બે નવરાત્રી ચૈત્ર અને શારદીયનુ વિશેષ મહત્વ છે. શારદીય નવરાત્રીનુ સમાપન 6 ઓક્ટોબર દસમી થિતિના રોજ થશે. ઉલ્લેખનીય છે કે નવ દિવસ મા દુગાના 9 સ્વરૂપોની પૂજા કરવામા આવે છે.  
 
એવુ માનવામાં આવે છે કે મા દુર્ગા આ 9 દિવસ ભક્તો વચ્ચે ધરતી પર આવે છે અને પ્રસન્ન થઈને તેમના પર કૃપા વરસાવે છે. જે સાધક આ દિવસો દરમિયાન સાચા મન અને પૂરી શ્રદ્ધાથી મા અંબાની ઉપાસના કરે છે. તેમના બધા દુ:ખ-દર્દ અને કષ્ટ મા અંબા પોતાની સાથે લઈ જાય છે.  જ્યોતિષ મુજબ આ વખતે નવરાત્રી ખૂબ જ ખાસ માનવામાં આવી રહી છે. આ વખતે મા દુર્ગા હાથી પર સવાર થઈને આવી રહી છે. આ શુભ સંકેત માનવામાં આવે છે. આવો જાણીએ મા દુર્ગાની સવારી વિશે. 
 
હાથી પર સવાર થઈને આવવુ શુ સંકેત છે 
 
જ્યોતિષ શાસ્ત્ર મુજબ દિવસના હિસાબથી મા દુર્ગાની સવારી નક્કી કરવામાં આવે છે. આ વખતે નવરાત્રીને ખૂબ જ શુભ માનવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે આ વખતે નવરાત્રીની શરૂઆત સોમવારથી જ થઈ રહી છે. માન્યતા છે કે સોમવાર અને રવિવારના દિવસે જો નવરાત્રીની શરૂઆત થાય છે તો મા હાથી પર સવાર થઈને આવે છે. 
 
તેનો મતલબ એ છે કે મા આ વખતે પોતાની સાથે ઘણી બધી ખુશીઓ અને સુખ સમૃદ્ધિ લઈને આવી રહી છે. હાથીને જ્ઞાન અને સમૃદ્ધિનુ પ્રતિક પણ માનવામા આવે છે.  કહેવાય છે કે તેનાથી દેશમાં અને સાધકોના જીવનમાં આર્થિક સમૃદ્ધિ આવશે અને જ્ઞાનનો વિકાસ થશે.   
 
શારદીય નવરાત્રીની તિથિ 
 
પ્રતિપદા (મા શૈલપુત્રી): 26 સપ્ટેમ્બર 2022
દ્વિતિયા (મા બ્રહ્મચારિણી): 27 સપ્ટેમ્બર 2022
તૃતીયા (મા ચંદ્રઘંટા): 28 સપ્ટેમ્બર 2022
ચતુર્થી (મા કુષ્માંડા): 29 સપ્ટેમ્બર 2022
પંચમી (મા સ્કંદમાતા): 30 સપ્ટેમ્બર 2022
ષષ્ઠી (મા કાત્યાયની): 01 ઓક્ટોબર 2022
સપ્તમી (મા કાલરાત્રી): 02 ઓક્ટોબર 2022
અષ્ટમી (મા મહાગૌરી): 03 ઓક્ટોબર 2022
નવમી (મા સિદ્ધિદાત્રી): 04 ઓક્ટોબર 2022
દશમી (મા દુર્ગા મૂર્તિનું વિસર્જન): 5 ઓક્ટોબર 2022