1. ધર્મ
  2. નવરાત્રી ઉત્સવ
  3. નવરાત્રી આલેખ
Written By
Last Modified શુક્રવાર, 8 ઑક્ટોબર 2021 (00:06 IST)

Navratri 2021: શક્તિપીઠોમાં સૌથી ખાસ છે મા ચંડિકાનો દરબાર, અહી થાય છે માતાના નેત્રોની પૂજા, સ્મશાન ચંડી ના નામથી પણ ઓળખાય છે

બિહાર(Bihar)ના મુંગેર (Munger)માં છે મા ચંડીનો દરબાર,આ દરબાર માતાની તમામ અદાલતોમાં એક વિશેષ અદાલત છે. કારણ કે અહીં માતા સતીની આંખ વિરાજમાન છે. આ દેશના 52 શક્તિપીઠોમાંની એક છે. એવું કહેવામાં આવે છે કે  ભગવાન શિવ રાજ દક્ષની પુત્રી સતીના સળગતા શરીરને લઈને ભ્રમણ કરી રહ્યા હતા. 
 
 ત્યારે માતા સતીની ડાબી આંખ અહીં પડી હતી. જ્યારબાદ મુંગેરના ચંડિકા સ્થાનમાં માતાની નેત્રની પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આંખોને લગતા અસાધ્યથી અસાધ્ય રોગો પણ માતાની પૂજા કરવાથી મટી જાય છે,  આ મંદિર સાથે અંગ પ્રદેશના રાજા કર્ણ પણ જોડાયેલા છે. કર્ણને દાનવીર કર્ણ બનાવનારી  માતા ચંડી અહીં આવનારા તમામ ભક્તોની દરેક મનોકામના પૂરી કરે છે.
 
અષ્ટમીએ તાંત્રિક કરે છે તંત્ર જાગૃત 
 
અહીં મા ચંડિકાને સ્મશાન ચંડિકાના નામથી પણ ઓળખવામાં આવે છે. માતાનું મંદિર ગંગા કિનારે આવેલું છે અને મંદિરની પૂર્વ અને પશ્ચિમ બંને દિશામાં સ્મશાન છે. આ જ કારણ છે કે અહીં તંત્ર સિદ્ધિઓ માટે તાંત્રિકો પણ આવે છે. નવરાત્રિના અષ્ટમીના દિવસે તંત્ર વિદ્યાને જાગૃત કરવા તાંત્રિકો દૂર દૂરથી અહીં પહોંચે છે. મંદિર પરિસરમાં ભગવાન શિવ, કાલ ભૈરવ અને અન્ય દેવતાઓના મંદિરો પણ છે. અહીં માતાને સ્થાનિક લોકો દ્વારા બનાવેલા ચણાના લાડુનો ભોગ લગાવવામાં આવે છે. અહીં ચંડિકાને બદલે માતાની આંખની પૂજા કરવામાં આવે છે, આ જ કારણ છે કે અહીંના કાજળને લોકો પ્રસાદ સ્વરૂપ નવજાત બાળકને લગાવવા માટે લઈ જાય છે.  એવું માનવામાં આવે છે કે આ બાળકને કોઈપણ પ્રકારના આંખના વિકારથી દૂર રાખે છે.
 
અહી રાજા કર્ણ બન્યા દાનવીર કર્ણ 
 
મંદિર સાથે એક અન્ય માન્યતા જોડાયેલી છે. એવુ કહેવાય છે કે મંદિર પાસે આવેલ કર્ણ ચૌડા પર અંગ પ્રદેશના રાજા કર્ણ રોજ સવામણ સોનુ દાન કરતા હતા.  કર્ણ જે દુર્યોધનના પ્રિય મિત્ર હતા, તેમને દુર્યોધને અંગ પ્રદેશના રાજા બનાવ્યા હતઆ. અ&ગ પ્રદેશમાં ત્યારે આજના મુંગેર, ખગડિયા, બેગૂસરાય, ભાગલપુર, બાંકા અને જમુઈ જીલ્લાના ક્ષેત્ર રહેતા હતા. અંગ પ્રદેશમાં હોવાને કારણે જ અહીની બોલી અંગિકા છે એવુ કહેવાય છે કે રાજા કર્ણ મા ચંડીના પરમ ભક્ત હતા. તે રોજ માતાની સામે ઉકળતા પાણીની કઢાઈમાં કુદીને જીવ આપતા હતા અને મા પ્રસન્ન થઈને તેમને જીવનદાન આપતી હતી. સાથે જ માતા તેમને સવા મણ સોનુ પણ આપતી હતી. જેને કર્ણ ગંગા સ્નાન પછી કર્ણ ચૌડા પર ઉભા થઈને દાન કરતા હતઆ. માં ચંડીના આપેલા આશીર્વાદથી જ રાજા કર્ણ દાનવીર કર્ણ બન્યા હતા. 
 
નવરાત્રિ પર માતાની વિશેષ પૂજા અંગે મંદિરના પૂજારી નંદન બાબાએ જણાવ્યું કે નવરાત્રિ દરમિયાન સવારે ત્રણ વાગ્યાથી માતાની પૂજા શરૂ થાય છે, સાંજે ખાસ આરતી થાય છે. અષ્ટમીના દિવસે અહીં વિશેષ પૂજા કરવામાં આવે છે, આ દિવસે માતાનો ભવ્ય શ્રૃંગાર કરવામાં આવે છે. માન્યતા છે કે અહી આવનારા લોકોની બધી મનોકામના માતા પૂર્ણ કરે છે. અહી આવનારા શ્રદ્ધાલૂઓને કાજલ પણ આપવામાં આવે છે. તેનાથી આંખ સંબંધિત બીમારી ઠીક થઈ જાય છે.