મંગળવાર, 21 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. નવરાત્રી ઉત્સવ
  3. માતાજીના જાણીતા શક્તિપીઠ
Written By
Last Modified: ગુરુવાર, 3 ઑક્ટોબર 2024 (12:18 IST)

Goddess Durga Temples : આ છે ભારતના 5 સૌથી પ્રસિદ્ધ દેવી દુર્ગાના મંદિર

ભારતમાં ખાસ કરીને દેશના ઉત્તરી ભાગમાં નવરાત્રિ ખૂબ ઉલ્લાસ સાથે ઉજવાય છે.  જેમા ભક્ત દેશભરના જાણીતા દુર્ગા મંદિરમાં આવે છે. આ સમય દરમિયાન લોકો નવ દિવસ ઉપવાસ કરે છે અને દેવી માતાના વિવિધ રૂપોની પ ઊજા કરે છે. આ દરમિયાન કોઈ ભક્ત ભારતીય ઉપમહાદ્વીપમાં ફેલાયેલા શક્તિપીઠોમાં પણ આવે છે. 
 
આ 51 શક્તિપીઠ હિન્દુઓ માટે સૌથી પૂજનીય અને મુખ્ય પૂજા સ્થળ છે. જ્યા પૌરાણિક કથાઓ મુજબ દેવી સતીના શરીરના અંગ પડ્યા હતા. ધાર્મિક રૂપથી ઈચ્છુક ભારતમાં કયા મંદિરોમાં ફરવા જઈ શકો છો આવો જાણીએ. 
ભારતના 5 સૌથી પ્રસિદ્ધ દેવી દુર્ગાના મંદિર 
 
કામાખ્યા મંદિર (ગુવાહાટી)
ગુવાહાટીમાં કામાખ્યા દેવી મંદિર ભારતમાં સૌથી મુખ્ય શક્તિ પીઠોમાંથી એક માનવામાં આવે છે. અહી એક ગુફાની અંદર યોનિની એક મૂર્તિ છે. જેને પવિત્ર માનવામાં આવે છે. આ મંદિરમાં દર વર્ષે દેશભરમાંથી લોકો આવે છે. અહી સુધી કે નવરાત્રિ પણ અહી ખૂબ જોરશોર અને ઉત્સાહ સાથે ઉજવાય છે. આ દરમિયાન મંદિરમાં ભારે ભીડ જોવા મળે છે. 
How to go Vaishno Devi
How to go Vaishno Devi
માતા વેષ્ણોદેવી મંદિર (જમ્મુ એંડ કાશ્મીર)
જમ્મૂ અને કાશ્મીરના કટરા જીલ્લામાં વૈષ્ણોદેવીના દર્શન કરવા માટે આખુ વર્ષ સેકડો અને હજારો શ્રદ્ધાળુઓ આવે છે.  આ દેશના 108 શક્તિપીઠોમાંથી એક છે. દેવી વેષ્ણોદેવીને દેવી દુર્ગાનુ રૂપ માનવામાં આવે છે અને તે મંદિરની પવિત્ર ગુફાની અંદર પત્થરોના રૂપમાં વાસ કરે છે.  ભક્ત સામાન્ય રીતે કટરાથી 13 કિમીની ચઢાઈ કરે છે અને મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશ કરવા માટે લાંબે લાઈનમાં ઉભા રહે છે. 
jwala devi
jwala devi
જ્વાલા દેવી મંદિર, હિમાચલ પ્રદેશ
જ્વાલા દેવીનું મંદિર હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લામાં કાલી ધાર પહાડી પર આવેલું છે. મા જલવાનું આ મંદિર 51 શક્તિપીઠોમાંનું એક માનવામાં આવે છે. આ શક્તિપીઠમાં માતા સતીની જીભ પડી  હતી. એવું માનવામાં આવે છે કે નવરાત્રિ દરમિયાન અહીં દેવી માતાના દર્શન કરવાથી ભક્તોની મનોકામનાઓ પૂર્ણ થાય છે.
kalighat temple
kalighat temple
કલકત્તા (પશ્ચિમ બંગાળ)માં કાલીઘાટ મંદિર 
કલકત્તાના આ મંદિરમાં નવરાત્રિ દરમિયાન દુગા પૂજા ધામધૂમથી ઉજવાય છે. અહી માન્યતા છે કે દેવી સતીનો જમણો પગનો અંગૂઠો પડ્યો હતો જ્યા આજે આ મંદિર છે.  કાલીઘાટ મંદિરમાં એપ્રિલ અને ઓક્ટોબર(નવરાત્રિના મહિના) દરમિયાન હજારો ભક્તોની ભીડ રહે છે. આ મુખ્ય મંદિર 2000 વર્ષથી પણ વધુ જુનુ છે અને આદિ ગંગા નામના એક નાનકડા જળ નિકાસના તટ પર આવેલુ છે. આ મંદિરની યાત્રા કરો કારણ કે આ એક મહત્વપૂર્ણ શક્તિપીઠના રૂપમાં જાણીતુ છે. 
chamudeshwari temple
chamudeshwari temple

 
મૈસૂર (કર્ણાટક)માં ચામુંડેશ્વરી મંદિર 
આ મૈસૂરમાં ચામુંડી પહાડીઓની ચોટી પર આવેલુ છે. એવુ કહેવાય છે કે અહી સતીના વાળ પડ્યા હતા અને પછી 12મી શતાબ્દીમાં હોયસલ શાસકોએ દેવીના નામ પર એક મંદિર બનાવ્યુ. આ મંદિરની યાત્રા કરો અને તેની ભવ્ય વાસ્તુકલાનો આનંદ લો.