ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. નવરાત્રી ઉત્સવ
  3. માતાજીના જાણીતા શક્તિપીઠ
Written By
Last Modified: બુધવાર, 9 ઑક્ટોબર 2024 (18:55 IST)

51 Shaktipeeth :વક્રેશ્વર મહિષમર્દિની પશ્ચિમ બંગાળ શક્તિપીઠ - 47

vakreshwar shakti peeth
vakreshwar shakti peeth - દેવી ભાગવત પુરાણમાં 108, કાલિકા પુરાણમાં 26, શિવચરિત્રમાં 51, દુર્ગા શપ્તસતી અને તંત્રચૂડામણિમાં 52 જણાવવામાં આવી છે. સામાન્ય રીતે: 51 શક્તિપીઠો ગણવામાં આવે છે.  તંત્રચુડામણિમાં લગભગ 52 શક્તિપીઠોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ વખતે માતા સતીની શક્તિપીઠોમાં મનસા દાક્ષાયણી કૈલાશ માનસરોવર શક્તિપીઠ વિશે માહિતી રજૂ કરવામાં આવી છે.
 
કેવી રીતે બન્યું આ શક્તિપીઠઃ જ્યારે મહાદેવ શિવજીની પત્ની સતી પોતાના પિતા રાજા દક્ષના યજ્ઞમાં પોતાના પતિનું અપમાન સહન ન કરી શક્યા ત્યારે તેઓ તેજ યજ્ઞમાં કુદીને ભસ્મ થઈ ગયા.  જ્યારે ભગવાન શિવને આ વાતની જાણ થઈ ત્યારે તેમણે પોતાના ગણ વીરભદ્રને મોકલી, યજ્ઞ સ્થળનો નાશ કર્યો અને રાજા દક્ષનું માથું કાપી નાખ્યું.  બીજી બાજુ ભગવાન શિવ પોતાની પત્ની સતીના બળી ગયેલા શરીરને લઈને વિલાપ કરતા સર્વત્ર ફરતા હતા. જ્યાં પણ માતાના શરીરના અંગો અને ઘરેણા પડ્યા, ત્યાં શક્તિપીઠ બની ગયુ.
 
વક્રેશ્વર- મહિષમર્દિની: માતાનું ભ્રુમધ્યા (મનહ) પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લાના દુબરાજપુર સ્ટેશનથી 7 કિલોમીટર દૂર વક્રેશ્વરમાં પાપહાર નદીના કિનારે પડ્યું હતું. તેની શક્તિ મહિષમર્દિની છે અને ભૈરવ વક્રનાથ કહેવાય છે.