આવી છે નવરાત્રિ, ચાલો કરો મેકઅપની તૈયારી

Garba

નવરાત્રિમાં ગરબે ધૂમીએ એટલે પરસેવાથી રેબઝેબ થઈ જવાય જ.. એ વખતે જો જેવો તેવો કરીએ તો મોઢા પર લાગે જ નહી કે મેકઅપ કર્યો છે..નવરાત્રિમાં સુંદર દેખાવવુ સૌ યુવતીને ગમે છે તેથી રમીએ ત્યાં સુધી એકદમ ટીપટોપ રહો તે માટે આગોતરી તૈયારીથી એવી કિટ તૈયાર કરો જે તમને ટકાટક રાખે...

નવરાત્રિ શરૂ થઈ ગઈ છે ત્યારે તમારા પગ તો ગરબા રમવા માટે થનગનાટ કરી રહ્યા હશે, દરેક યુવતી બ્યુટી પાર્લરમાં જવા માંડી હશે. તમે નવરાત્રિમાં સરસ તૈયાર તો થઈ જશો પણ મહત્વની વાત એ છે કે ગરબા રમવા માટે સરસ મજાના તૈયાર થઈને ગયા હો, પરંતુ ગરબા રમશો એટલે પરસેવે રેબઝેબ તો થવાના અને તેના કારણે મેકઅપ રેલાઈ જાય છે તો થોડી તૈયારી પહેલાથી જ કરી લો.

હોઠ માટે - હોઠ ભલે તમારા ગુલાબની પાંખડી જેવા ગુલાબી હોય પરંતુ તે થોડા ચમકશે તો સરસ લાગશે. હોઠ પર વધુ મોઈશ્ચર લગાવવુ નુકશાન કારક નથી. તેનાથી તમારો ચહેરો થાકેલો નહી લાગે.

શરીરની દુર્ગંધ દૂર કરવા

-
તમે ભલે ગરબા રમવા માટે નાહી-ધોઈને ફ્રેશ થઈને આવ્યા હોય, પરંતુ નોનસ્ટોપ ગરબા રમવાથી શરીરમાં પરસેવો-પરસેવો થઈ જાય છે, જેને કારણે મનમાં અકળામણ થાય છે. તેથી નવરાત્રિમાં હંમેશા પાસે નાની સ્પ્રેની ડબ્બી રાખો, જેથી જ્યારે ઈચ્છા થાય ત્યારે તમારી જાતને મહેકાવી શકો.

N.D
વાળને સજાવવા માટે - ગરબા રમતા-રમતાં વચ્ચે જ્યારે પણ તમારુ ચહેરો જોશો ત્યારે તમને સૌથી વધુ ખરાબ હાલત તમારા વાળની જોવા મળશે. સરસ મજાની હેર સ્ટાઈલ કરી હોય તે બગડી જાય ત્યારે એટલો સમય નથી હોતો કે વિખરાયેલા વાળને તમે ખોલીને ફરી સરખા કરો. આવા સમયે હેર સ્પ્રે કે જેલ લગાવીને વાળને વ્યવસ્થિત કરી શકાય છે.

ચહેરો સુંદર બતાડવા - ગરબામાં પરસેવાથી કે પછી અનિયમિત આહારથી, કે ધૂળને કારણે ઘણીવાર ચહેરા પર અચાનક ફોલ્લીઓ ઉપસી આવે છે. તે માટે પ્રેસ્ડ પાવડર ચહેરા પર લગાવતા સ્ક્રિન નરમ અને સુંદર લાગે છે. આ માટે કન્સીલર લગાડવાથી ચહેરા પર થયેલી ખીલ, ફોલ્લીઓને છુપાવી શકાય છે.

નાની નાની વાતો - નવરાત્રિમાં તમારા પર્સમાં ટિશ્યૂપેપર અવશ્ય રાખો, જેનાથી પરસેવો લૂછી શકાય, કાજળ કે લિપસ્ટિક ફેલાય ગયા હોય તો તે ઠીક કરી શકાય.


આ પણ વાંચો :