શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. માંસાહારી વ્યંજન
Written By વેબ દુનિયા|

અળવીના પાન સાથે માછલી

N.D

સામગ્રી - કોઈપણ માછલીના બે મોટા ટુકડા, 2 અળવીના પાન, 1 કપ મીઠુ અને હળદર નાખીને બનાવેલ ભાત, 1 મોટી ચમચી કોપરું, 4 લીલા મરચા, 6 લસણની કળી, 1 લીબુનો રસ અને મીઠુ.

બનાવવાની રીત - કોપરુ, લસણ, મરચા અને મીઠુ ઝીણુ વાટીને માછલીના ટુઅકડાને લગાવી મૂકી રાખો. અળવીના પાન પર લીંબુનો રસ અને મીઠુ લગાવી વચ્ચે ભાત ફેલાવી દો અને તેના પર મસાલામાં વીટાળેલ માછલીના ટુકડા મુકી દો.

અળવીના પાનનુ પડીકું બાંધીને અથવા તો તેને દોરાથી બાંધી તવા પર મુકી ચારે બાજુથી તેલ છોડી બંને બાજુથી શેકી લો ઢાંકીને ધીમા તાપે પણ શેકી શકો છો. એકદમ અલગ જ સ્વાદ ધરાવતી આ વાનગી અળવીના પાન સહિત ખાવાની હોય છે.