1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. માંસાહારી વ્યંજન

એગ-ફિશ સલાડ

એગફિશ સલાડ
W.D
સામગ્રી - પનીર એક કપ, ટામેટાનુ સૂપ બે કપ, જીલેટિન 75 ગ્રામ, મેયોનીઝ એક કપ, કાપેલા શિમલા મરચા અડધો કપ, ડુંગળીનો રસ એક ટેબલ સ્પૂન, બાફેલા ઈંડા, તળેલી માછલી, સલાડના પાન સજાવવા માટે.

બનાવવાની રીત - જિલેટિન લગભગ ત્રણ ટેબલ સ્પૂન પાણીમાં ઓગાળો. જરૂર મુજબ ઓછુ કે વધુ પાણી નાખો. જેથી ઘટ્ટ ખીરુ તૈયાર થાય. પનીર અને સૂપને સારી રીતે મિક્સ કરો. જીલેટિન પણ તરા પનીર-સૂપમાં ભેળવી દો જેથી જિલેટિન સૂકાય નહી.

પછી મેયોનીઝ ભેળવીને સારી રીતે ફેટો. તેમા માછલી, શિમલા મરચુ, અને ડુંગળી ભેળવો. ફ્રિજમાં ઠંડુ કરો. પીરસતી વખતે બાફેલા ઈંડા, મૂળાને કે સલાડના પાનથી સજાવો. ઉપરથી મેયોનીઝ નાખો.
About Writer
વેબ દુનિયા