1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. માંસાહારી વ્યંજન

એગ્ઝ પકોડી

એગ્ઝ પકોડી
N.D
સામગ્રી - 3 બાફેલા ઈંડા, તેલ તળવા માતે, 1 કપ બેસન, 2 ચમચી ચોખાનો લોટ, 1/2 ચમચી તેલ મોણ માટે, 1 ઝીણી સમારેલુ લીલુ મરચુ, 1 ચમચી લીલા ધાણા, 1 ચમચી લાલ મરચુ, 1/4 ચમચી હળદર, મીઠુ સ્વાદ મુજબ.

બનાવવાની રીત - બાફેલા ઈંડાને વચ્ચેથી કાપી લો. હવે ઉપરોક્ત બધી સામગ્રીને મિક્સ કરીને જરૂર મુજબ પાણી ભેળવીને ઘટ્ટ ખીરુ બનાવી લો.

ખીરામાં ઈંડાના ટુકડાને ડુબાવીને સારી રીતે પેક કરી લો અને કઢાઈમાં તેલ તપાવી સોનેરી તળી લો. તૈયાર પકોડાને ટામેટા સોસ કે લીલી ચટણી સાથે ગરમા ગરમ પીરસો.
About Writer
વેબ દુનિયા