1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. માંસાહારી વ્યંજન

ગ્રીન દહી મટન

શાકાહારી
સામગ્રી - 750 ગ્રામ મટનના મધ્યમ આકારના ટુકડા, 500 ગ્રામ મલાઈવાળુ દહી, 1 વાડકી લીલા મરચા, લીલા ધાણા, કઢી લીમડો અને ફુદીના(સમારેલો), 2 મોટી ડુંગળીનુ પેસ્ટ, હળદર પાવડર, સ્વાદમુજબ મીઠુ, 100 ગ્રામ તેલ.

બનાવવાની રીત - દહીમાં થોડુ મીઠુ નાખીને તેને મટનના ટુકડા પર 15 મિનિટ રાખો.

એક વાસણમાં તેલ ગરમ કરીને તેમા જીરાનો વધાર લગાવો. હવે ડુંગળીનુ પેસ્ટ નાખીને લાલ થતા સુધી સેકો, પછી બાકીનો બધો મસાલો નાખીને હલાવો. તેમા મટનના ટુકડા દહી સાથે નાખીને પેસ્ટને સુગંધ આવતા સુધી હલાવો.

તેમા સ્વાદ મુજબ મીઠુ, હળદર નાખીને ધીમા તાપે 10 મિનિટ થવા દો. બાજરીના રોટલા સાથે કે ભાત સાથે પીરસો.