ફ્લફી આમલેટ
|
બનાવવાની રીત - બે બાઉલ લઈને તેમા ઈંડાના પીળા અને સફેદ ભાગને જુદા જુદા મૂકી દો. હવે પીળા ભાગમાં કઢી લીમડાંનો પાવડર, લાલ મરચાનો પાવડર અને દૂધ મિક્સ કરી સારી રીતે ફેટી લો. સફેદ ભાગને પણ ફેટો. જ્યા સુધી એ ફૂલી ન જાય. હવે પીળા ભાગને આમા નાખીને મીઠુ નાખી દો.
હવે તવો ગરમ કરો અને તેમા એક ચમચી તેલ નાખો. તેમા અડધુ મિશ્રણ નાખો અને તવા પર ફેલાવી દો. આમલેટ તૈયાર થાય કે તેને ટામેટા સોસ સાથે સર્વ કરો.
