1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. માંસાહારી વ્યંજન

બંગાળી માછલી

માંસાહારી
W.D
સામગ્રી - 1/2 કિલો હિલ્સા માછલી, 2 ચમચી મીઠુ, 3/4 ચમચી હળદર, 2 મોટી ચમચી રાઈના દાણા, 6 લીલા મરચાં (3 કાપેલા 3 સમારેલા), અઢી ચમચી પાણી, 2 નાની ચમચી દહીં, ચાર મોટા ચમચી સરસોનુ તેલ

બનાવવાની રીત - માછલી પર મીઠુ અને હળદર ઘસીને લગાવો. રાઈ અને આખા મરચાંમાં થોડુ થોડુ પાણી નાખીને વાટીને પેસ્ટ બનાવો. આ પેસ્ટને દહીંમાં નાખીને માછલી પર લગાવો.

કુકરમાં 3 મોટી ચમચી તેલ લગભગ 3 મિનિટ સુધી ગરમ કરો. કાપેલા લીલા મરચાં, માછલી અને પેસ્ટ અને બાકીનુ પાણી અને તેલ નાખો.
About Writer
વેબ દુનિયા