1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. માંસાહારી વ્યંજન

મટની પુલાવ

મટની પુલાવ
W.D
સામગ્રી - 250 ગ્રામ મટન, 2 વાડકી ચોખા, 4 વાડકી પાણી, 2 ડુંગળી ઝીણી સમારેલી, 2-3 લીલા મરચા ઝીણા સમારેલા, 1 ગાજર ઝીણુ સમારેલુ, 1/2 ચમચી ઈલાયચી પાવડર, 1 ચમચી કાળા મરી વાટેલા, 1/2 જીરુ, તેલ, મીઠુ સ્વાદમુજબ.

બનાવવાની રીત - સૌ પ્રથમ તેલમાં ડુંગળી અને મરચા નાખીને સોનેરી સેકી લો. તેમા મટન નાખીને 15 મિનિટ બફાવા દો. પછી તેમા મીઠુ અને કાળા મરે નાખો અને પાણી નાખીને ઢાકી દો.

4 વાડકી પાણીને ઉકળવા મુકીને તેમા ચોખા નાખીને બાફો, બફાયેલા ચોખાને નીચે ઉતારી લો. હવે ઈલાયચી, ગાજર, જીરુ અને ચોખાને મિક્સ કરો. સાથે બાફેલા મટનને પણ મિક્સ કરો. છેવટે બધુ મિશ્રણ ઓવનમાં 350 ડિગ્રીના તાપમાનમાં મૂકીને 5 મિનિટ સુધી બફાવા દો. લો તૈયાર છે લાજવાબ પુલાવ.
About Writer
વેબ દુનિયા