1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. માંસાહારી વ્યંજન

માછલી મોઈલી

વાનગી
N.D
સામગ્રી - 500 ગ્રામ સફેદ માછલી, 2 કપ નારિયળનુ દૂધ, કઢી લીમડો, 1 ચમચી લીંબૂનો રસ, 1 ઈંચ તજ, 2 ઈલાયચી, 2 ચમચી લસણ અને આદુનુ પેસ્ટ, 4 લીલા મરચા, 1 ડુંગળી, 1 ટામેટુ, 1 ચમચી હળદર, અડધી ચમચી કાળા મરી, 1 ચમચી લીલા ધાણાનુ પેસ્ટ, 1 કપ પાણી, 2 ચમચી તેલ અને સ્વાદ મુજબ મીઠુ.

બનાવવાની રીત - લીલા મરચાંને લાબા કાપી મૂકો મરીને ભૂકો કરી મૂકો. ડુંગળીને ઝીણી સમારી લો. તેલ ગરમ કરો અને તેમા ઈલાયચી અને તજ નાખી દો.

હવે તેમા લસણ અને આદુનુ પેસ્ટ, કઢી લીમડો, ડુંગળી અને લીલા મરચાં નાખો અને આછુ ગુલાબી થતા સુધી સેકો. હવે માછલીની સ્લાઈસ, ટામેટા, હળદર, કાળા મરી, ધાણાનુ પેસ્ટ મીઠુ અને પાણી નાખીને બફાવા દો.

થોડીવાર પછી નારિયળનુ દૂધ નાખીને હલાવો. દૂધ જામી જાય ત્યા સુધી થવા દો અને ગરમા ગરમ પીરસો.
About Writer
વેબ દુનિયા