1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. માંસાહારી વ્યંજન

શામી કબાબ

શામી કબાબ
સામગ્રી - 500 ગ્રામ મટન ખીમો, 200 ગ્રામ દાળ, 2 નાની ચમચી લાલ મરચુ, 1 નાની ચમચી મીઠુ, 1 ડુંગળી, 1/2 ઈંચનો ટુકડો આદુ, 10-12 કળી લસન, 4-5 લીલા મરચા, 2 નાની ચમચી સમારેલા ધાણા, 1 ચમચી જીરુ, 5-6 લવિંગ, તળવા માટે ઘી કે તેલ.

બનાવવાની રીત - ડુંગળી, લસણ અને આદુને છોલીને કાપી લો. તેમા ચણાની દાળ, ખીમો, મીઠુ, લાલ મરચું, જીરુ અને લવિંગ નાખો અને થોડુ પાણી નાખીને ઉકાળીને ખીમો બફાવા દો. ગેસ પર મિશ્રણને સારી રીતે સેકી લો અને મિક્સરમાં વાટી લો.

લીલ મરચાને ઝીણા સમારી લો અને લીલા ધાણા સાથે ભેળવીને વાટેલા મિશ્રણમાં ભેળવો. ચિકણી હથેળી પર થોડુ મિશ્રણ નાખીને ટિકીયાનો આકાર આપી ફ્રાઈંગ પેન કે તવા પર ઘી નાખીને તેમાં ટિકીયા સેકી લો. આ રીતે બાકીના બધા શામી કબાબ તૈયાર કરો