- લાઈફ સ્ટાઈલ
» - ગુજરાતી રસોઈ
» - માંસાહારી વ્યંજન
શાહી મટન
સામગ્રી - પ૦૦ ગ્રામ મટન, ૨પ૦ ગ્રામ ડુંગળી, ૨પ ગ્રામ આદુ, પ૦ ગ્રામ લસણ, ૩ ચમચી લાલ મરચુ, પ ચમચી ધાણાજીરૂ, ૧૦ લવિંગ, સ્વાદ પ્રમાણે મીઠું. ૨૦૦ ગ્રામ તેલ, બે ચમચી દહીં. એક ડુંગળીની પેસ્ટ.રીત - આદુ અને લસણને વાટીને પેસ્ટ બનાવી લો. એક કુકરમા થોડું તેલ ગરમ કરવા મૂકો, પછી તેમાં લવિંગ, બે ચમચી આદુ-લસણની પેસ્ટ નાખો, બાદ તેમાં સાફ કરીને મટન નાખી દો. એક ગ્લાસ પાણી નાખી કુકર બંધ કરી ૬ થી ૭ સીટી વગાડી લો. કુકર ખોલી જોઈને લો કે મટન બફાઈ ગયુ કે નહિ? (હાડકાથી માંસ અલગ પડવા માંડે તો સમજો કે બફાઈ ગયું છે.) આદુ-લસણની વધેલી પેસ્ટ અને ડુંગળીની પેસ્ટને તેલમાં નાંખી સાંતળી લો. પછી તેમાં મરચું, ધાણાજીરુ, હળદર, દહીં અને અડધી વાટકી પાણી નાખી થોડીવાર સાંતળી લો જ્યારે તેલ છુટુ પડવા માંડે ત્યારે તેમાં બફાયેલું મટન નાખી હલાવી લો, જરૂર લાગે તો ગરમ પાણી અને થોડું મીઠું નાખીને થોડીવાર ઉકળવા દો, ઝીણી સમારેલી કોથમીર નાખી ઉતારી લો.